CM vijay rupani

Former minister started vacating bungalow: રૂપાણી સરકારના મંત્રીઓને ખાલી કરવા પડશે સરકારી બંગલા, નોટિસ મળતા જ મંત્રીઓ ભરવા લાગ્યા પોટલા

Former minister started vacating bungalow: મુખ્યમંત્રી હાલ બંગલા નંબર-1માં મિટીંગ કરી રહ્યાં છે. 26 નંબરના બંગલામાં વિજય રૂપાણી રહે છે, તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી છે

ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃ Former minister started vacating bungalow: ગુજરાતમાં વિજય રુપાણીના રાજીનામા બાદ સરકારમાં મોટુ પરિવર્તન આવ્યું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ તમામ કેબિનેટ મંત્રીઓ પણ નવા મૂકવામાં આવ્યા છે. જેના કારણ હવે પૂર્વ મંત્રીઓ તેમના સરકારી બંગલા ખાલી કરી રહ્યાં છે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુએ તેમનો સરકારી બંગલો પહેલો ખાલી કરી દીધો હતો અને હવે બીજા મંત્રીઓ પણ તેમના બંગલા ખાલી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઇ રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના 24 સભ્યોને નવા બંગલા ફાળવવાના થાય છે ત્યારે માર્ગ મકાન વિભાગે પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી(Former minister started vacating bungalow) કરવાની નોટીસ આપી છે.

મુખ્યમંત્રી હાલ બંગલા નંબર-1માં મિટીંગ કરી રહ્યાં છે. 26 નંબરના બંગલામાં વિજય રૂપાણી રહે છે, તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી છે. એ ઉપરાંત તેમની સરકારમાં ફરજ બજાવતા 22 જેટલા મંત્રીઓએ પણ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Terrorist attack kulgam: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, રેલવે કર્મચારી સહિત બેનાં મોત- વાંચો વિગત

સરકારના નિયમ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રીઓને ગાંધીનગરમાં કે ટાઇપના બંગલા મળતા હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવાયેલો છે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

અગાઉ પણ આવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને કેશુભાઇ પટેલને બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ સુરેશ મહેતા સરકાર વિરોધી ઉચ્ચારણો કરતાં હોવાથી તેમને બંગલો ખાલી કરવાની વારંવાર નોટીસ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેમને કોમર્શિયલ ભાડુ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મંત્રીઓ માટે 35થી વધુ બંગલા બનાવવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj