Ambaji temple donations image

Ambaji temple donations: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ થતા, મંદિરના દાન-ભેટની આવકમાં ઘટાડો નોંધાયો..!

Ambaji temple donations: ભાદરવી પૂનમ ની છ દિવસના ભંડારા ની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયા ની આવક થઈ છે જે જોતા મંદિર ટ્રસ્ટ ને દાનભેટ ની આવાક માં 50 ટકા નો ઘટાડો નોધાયો છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૧ સપ્ટેમ્બર:
Ambaji temple donations: યાત્રાધામ અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવીપૂનમ નો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટ ને દાન ની રકમ માં મોટી ખોટ પડી છે દરવર્ષે 7 દિવસ ના મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે ને ચાલુ વર્ષે કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને લઈ મેળો બંધ રખાયો હતો પણ બાધા આખડી પુરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતુ

આ પણ વાંચો…Fssai food security ranking: સમગ્ર દેશમાં આ બાબતે નંબર 1 પહોંચ્યુ ગુજરાત, શ્રેય મળ્યો પૂર્વ સીએમ રુપાણીને- વાંચો વિગતે

Ambaji temple donations: 15 સપ્ટેમ્બર થી ભાદરવીપૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા ને આજ યાત્રિકો દ્વારા માતાજી ના ભંડાર માં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવી છે cc tv કેમેરા ની નિગરાની માં ને સુરક્ષાકર્મી ની ઉપસ્થતિ માં 80 જેટલા કાર્મીચારીઓ દ્વારા આ ભંડારા ની ગણતરી હાથ ધરવામાં આવી હતી જોકે ગત મેળા ની આવક કરતા ચાલુ વર્ષે આવક માં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ગત ભાદરવીપૂનમ ના મેળા માં દાનભેટ ની આવક 1.56 કરોડ થઈ હતી તેની સામે આજે સંપૂર્ણ ભાદરવી પૂનમ ની છ દિવસના ભંડારા ની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયા ની આવક થઈ છે જે જોતા મંદિર ટ્રસ્ટ ને દાનભેટ ની આવાક માં 50 ટકા નો ઘટાડો નોધાયો છે

Ambaji temple donations

Ambaji temple donations: જોકે અંબાજી મંદિર માં જેમ લોકો બાધા માનતા પુરી કરે છે ત્યારે માતાજી ને ચાંદી થી બનેલા છત્તર ,ત્રિશુલ ,નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજી ને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે પણ મંદિર માં મોટી સંખ્યા માં આવેલા આવા ચાંદી ના આભૂષણો માં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે જેને લઈ મંદિર ટ્રસ્ટ એ પણ ચિંતા વ્યક્ત કરી છે ને આવા આભૂષણો માં છેતરાતા યાત્રિકો ને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે

Ambaji temple donations

એકે તરફ ચાંદી ના ભાવ ની ખોટા આભૂષણ ખરીદી માતાજી ને અર્પણ કરે છે જેના થી મંદિર ને પણ મોટી ખોટ નો સામનો કરવો પડે છે જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદી ચોકસાઈ વાળી દુકાને થી ખરીદવા જોઈએ એટલુજ નહી મંદિર માં લાખો રૂપિયા ની પરચુરણ પણ એકત્રિત થઈ જતા પરચુરણ ની જરૂરિયાત વાળા લોકો ને મંદિર નો સંપર્ક કરવા સવજીભાઈ પ્રજાપતિ (હિસાબી અધિકારી,મંદિર ટ્રસ્ટ)અંબાજી એ જણાવાયું છે

અંબાજી મંદિર માં હાલ 60 થી 70 લાખ રૂપિયા નો ભરાવો થયો છે ને હવે મંદિર ટ્રસ્ટે પરચુરણ ની જરૂરીયાત વાળા લોકો ને ઘર બેઠા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે

Whatsapp Join Banner Guj