Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ આપી મંજૂરી- વાંચો વધુ વિગત
નવી દિલ્હી, 14 મેઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સરકારી સમૂહ એનજીએજીઆઈએ કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ વેક્સિન(Corona Vaccination)ના બે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. સરકારે તેનો સ્વીકાર કરી લીધો છે. અત્યાર સુધી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહનું અંતર રાખવામાં આવતું હતું.
હાલના પૂરાવા, ખાસ કરીને બ્રિટનથી મળેલા પૂરાવાના આધાર પર કોવિડ-19 વર્કિંગ ગ્રુપે કોવિશીલ્ડ રસી(Corona Vaccination)ના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી.

મહત્વનું છે કે ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ રસી આવતા સપ્તાહથી બજારમાં મળવા લાગશે.

દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ કોરોના વેક્સિન(Corona Vaccination) આપવામાં આવી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ ડોઝ લાગ્યા છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. 45 કે તેનાથી વધુ ઉંમરના 88 ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો….