Corona Vaccine Doze: AMCએ કરી મોટી જાહેરાત, શહેરમાં હરવા-ફરવા માટે બંને ડોઝ ફરજીયાત- વાંચો વિગત

Corona Vaccine Doze: એએમસીએ કોરોના રસીકરણનો ડોઝ લેનારના આંકડાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે શહેરમાં 10 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ સમય થઈ ગયો હોવા છતા લીધો નથી

અમદાવાદ, 11 નવેમ્બરઃ Corona Vaccine Doze: કોરોના મહામારીની બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે તે માટે કોરોના રસીકરણની ઝડપ વધારવામાં આવી હતી. ગુજરાતના પણ પાંચ મહાનગરોમાં દિવાળી સુધીમાં 100% વસ્તીને કોરોનાના પ્રથમ ડોઝનું રસીકરણ થઈ ચૂક્યું હતુ. જોકે કોરોના રસીનો બીજો ડોઝ(Corona Vaccine Doze) લેવામાં શહેરીજનો નિરસતા દાખવી રહ્યાં હોવાની અનેક ફરિયાદો મળી રહી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ સ્થિતિનો તાગ મેળવવા આંકડા પારખવામાં આવ્યા હતા. એએમસીએ કોરોના રસીકરણનો ડોઝ લેનારના આંકડાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે શહેરમાં 10 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ સમય થઈ ગયો હોવા છતા લીધો નથી.

આ પણ વાંચોઃ Annapurna Mata Murti: 100 વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત લવાઈ- વાંચો વિગત

દિવાળી બાદ ફરી અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ ગઈકાલે વધ્યા બાદ તંત્ર દોડતું થઈ છે. કોરોનાના ટેસ્ટિંગ વધારવાની સાથે તંત્રએ હવે રસીકરણની ઝડપ વધારવા અધિકારીઓને આદેશ કર્યા છે અને હવે બીજો ડોઝ ન લેનારને પણ ઝડપથી રસી આપવા પગલાં લેવાનો આદેશ કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના રસીકરણના નિયમો કડક કર્યા છે. રસી ન લેનારને સિટી બસ અને જાહેર સ્થળોએ પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે. કોરોનાનો બીજો ડોઝ ન લેનારને હવે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરવા નહિ મળે. આ સિવાય કાંકરિયા અને સાબરમતી રીવરફ્રન્ટ પર પણ પ્રવેશ નહિ આપવા આદેશ એએમસીએ કર્યો છે. આ સિવાય તમામ જાહેર સ્થળોએ આવતીકાલથી બંને ડોઝ(Corona Vaccine Doze) ન લેનાર માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj