Donation of breast milk to the bank: જ્યારે માતૃ દૂધ બેંકને એક માતાએ ફોન કર્યો કે મને ધાવણ વધુ આવે છે હું બેંકમાં માતૃ દૂધનું દાન કરી શકું..?

Donation of breast milk to the bank: સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગૃહના ત્રીજે માળે કાર્યરત માતૃ દૂધ બેંકને જ્યારે એક શહેરી મહિલાએ ફોન કર્યો ત્યારે એની પૃચ્છા સાંભળીને સહુ આનંદ મિશ્રિત આશ્ચર્યમાં મૂકાઈ ગયા.

વડોદરા, ૧૭ ઓક્ટોબર: Donation of breast milk to the bank: એ ધાત્રી માતાને જાણવું હતું કે એ પોતાનું વધારાનું ધાવણ બેંકમાં જમા કરાવી શકે ખરી? એનું કહેવું હતું કે એને પોતાના બાળકની જરૂર કરતાં વધુ દૂધ આવે છે અને એ આ દૂધ કોઈ માતાના દૂધથી વંચિત બાળકને મળે એ માટે દાનમાં આપવા ઈચ્છે છે.આ મમતાની અમુલ્ય સોગાદ આપવાની અનોખી દરખાસ્ત હતી. એ મહિલાએ સલામત રીતે ધાવણ દાન માટે જરૂરી તમામ ટેસ્ટ કરાવ્યા અને સ્ટરીલાઇઝ રીતે કલેક્ટ કરેલું દૂધ જ્યારે જમા કરાવ્યું ત્યારે સહુના મનમાં એમના માટે અહોભાવ જાગ્યો.

Donation of breast milk to the bank, Sayaji hospital

કોરોના કાળમાં હોસ્પિટલમાં કાર્યરત એક નર્સિંગ સિસ્ટરની અહીં પ્રસૂતિ થઈ.એમને પણ બાળકની જરૂર કરતાં વધુ ધાવણ આવતું હતું. એમણે તબક્કાવાર ૯ લીટર જેટલું માતૃ દૂધ જમા કરાવ્યું જે વંચિત શિશુઓની પ્રાણ શક્તિનો સ્રોત બન્યું. આ માતાઓ આખા સમાજના અભિવાદન અને વંદનાને પાત્ર છે.

આ પણ વાંચો…Citizenship letter to Pakistani Hindus: અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા

આ અંગે ડો.શીલા ઐયર જણાવે છે કે, ફક્ત જેમની સુવાવડ સયાજીમાં થઈ હોય એવી બહેનો જ માતૃ દૂધનું દાન કરી શકે એવું નથી.
જે ધાત્રી માતાઓની અન્યત્ર સુવાવડ થઈ હોય,ધાવણ તેમના બાળકની જરૂર કરતાં વધુ આવતું હોય અને વધારાનું દૂધ વંચિત બાળકો માટે આપવું હોય,તેઓ અમારો સંપર્ક કરીને,માતૃ અમૃતનું દાન કરે એ ઇચ્છનીય છે.

Whatsapp Join Banner Guj