Operation Bharat Shakti

Operation Bharat Shakti: આજે પોખરણમાં સેનાની ત્રણેય પાંખ સહિયારી ‘ભારત શક્તિ’ કવાયત કરશે- વાંચો વિગત

Operation Bharat Shakti: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોખરણ ફાયરિંગ રેન્જમાં સૈન્યમાં સામેલ થઈ રહેલા સ્વદેશી હથિયારોની ફાયરપાવર અને તાકાત જોવા માટે હાજર રહેશે

નવી દિલ્હી, 12 માર્ચઃ Operation Bharat Shakti: રાજસ્થાનના પોખરણમાં આજે સેનાની ત્રણેય પાંખ સહિયારી ‘ભારત શક્તિ’ કવાયત કરશે. આમાં સ્વદેશી સંરક્ષણ સાધનોની ક્ષમતાનું પ્રર્દશન થશે. આ કવાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. 

ભારતને વ્યૂહાત્મક રીતે આત્મનિર્ભર બનાવવાનું કેન્દ્ર સરકારનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્રણેય સેનાની પાંખ પોખરણમાં ‘ભારત શક્તિ’ કવાયત શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોખરણ ફાયરિંગ રેન્જમાં સૈન્યમાં સામેલ થઈ રહેલા સ્વદેશી હથિયારોની ફાયરપાવર અને તાકાત જોવા માટે હાજર રહેશે. આર્મી ડીઝાઈન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ સીએસ માનએ જણાવ્યું હતું કે ‘ભારત શક્તિ’ કવાયતમાં સેનાની ત્રણેય પાંખ  સ્વદેશી નિર્મિત સંરક્ષણ સાધનોની ક્ષમતાનું પ્રર્દશન કરશે.

આ પણ વાંચોઃ CAA Notification Issue: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત- આજથી CAA લાગુ, ત્રણ દેશના બિન-મુસ્લિમ શરણાર્થીને મળશે નાગરિકતા

ઉલ્લેખનીય છે કે, આજની કવાયતમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ, લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (ALH) ધ્રુવ, નેવીના લાઇટ વેઇટ ટોર્પિડો, પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર, બેટલ ટેન્ક ટી (T 90), અર્જુન ટેન્ક, સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝ-9 (K-9) વજ્ર, ધનુષ, સારંગ તોપો, અત્યાધુનિક ડ્રોન અને યુએવીની સાથે રોબોટિક ડોગ ‘મૂલ’ પણ કવાયતમાં પોતાની તાકાત બતાવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો