Modern Girl

Modern Girl: મોડર્ન કપડાં પહેરવાથી નથી; વિચારોથી મોડર્ન બનવુ વધારે મહત્વનું છે.

કેમ કે તું એક છોકરી છે!(Modern Girl)

Modern Girl: આજે પણ ૨૦૨૩માં છોકરીઓ પર નિયમોનો જાણે એક અલગ જ કાયદો થોપવામાં આવ્યો હોય એમ લાગે છે. કોઈ પણ વાત હોય તો તેને સમજાવવામાં આવે ત્યારે સાથે સાથે તેને સંભળાવવામાં પણ આવે છે, ” પણ તું એક છોકરી છે!” અથવા તો ” તું છોકરીની જાત છે!” મોડર્ન કપડાં પહેરવાથી કોઈ મોડર્ન નથી બની જતું. વિચારોથી મોડર્ન બનવુ વધારે મહત્વનું છે.

Modern girl: Pooja patel chiki

છોકરી છે તો તેમાં તેનો કોઈ વાંક છે કે તે એક છોકરી છે? છોકરી છે તો શું માત્ર તેને ઘર સંભાળીને જ જીંદગી વિતાવવાની છે? કે માતા પિતા જે છોકરો બતાવે તેની સાથે લગ્ન કરી લેવાના અને પહેલાં તે પિયર સંભાળતી હતી અને લગ્ન કરીને સાસરું સાંભળવાનું! આજે પણ ઘરની બહાર નિકળીને છોકરી પોતે પોતાની સુરક્ષા કરી શકે છે તો પણ તેને તેનાં માતાપિતા દ્વારા રોકવામાં આવે છે એવું કહીને કે કે, “દુનિયા ખરાબ છે!”. અરે! દુનિયા ખરાબ છે તો શું જીવવાનું છોડી દેવાનું? દુનિયા ખરાબ હોય કે સારી, એક છોકરી પોતાનું ધ્યાન રાખી શકે છે પોતાને સુરક્ષિત કરી શકે છે માત્ર આટલું કાફી નથી?

એક છોકરીને દુનિયાદારીની કદાચ સમજ નહીં હોય પણ તે એક છોકરી છે તો તેનામાં એક “સ્ત્રી શક્તિ” તો છે જ ને? તેને કયાં લોકો સાથે વાત કરવી, કોની સાથે કેટલો વ્યવહાર રાખવો એની પણ સમજ ન હોય તેવું તો ન જ બને ને? એક સ્ત્રીની અંદર તેની મરજી હોય કે ન હોય એક જાણે જન્મથી જ આદત હોય છે. તે એવું અનુભવી શકે છે કે આ બરાબર છે અને આ નહીં! મતલબ કે તે સામેવાળા વ્યકિતની આંખોમાં એ પણ જોઈ શકે છે કે સામેવાળી વ્યક્તિ તેને માનથી જોવે છે કે પછી બીજી નજરોથી જોવે છે? તે જ્યારે કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવીને અભિવાદન કરે ત્યારે પણ તે સ્પર્શ દ્વારા અનુભવી શકે છે કે આ વ્યક્તિ સજ્જન છે કે નહીં! તેને વાતો દ્વારા ખબર પડે છે કે આ વ્યકિતની વાતો ખોટી છે અથવા તો આ વ્યક્તિ ખોટો છે! આટલું કાફી નથી, દુનિયામાં ટકી રહેવા માટે?

Thoughts in mind: આપણાં મનમાં એક ચાહત હોય છે કે “મારી આ ઈચ્છા પૂર્ણ થાય!”

એ વાત બરાબર છે કે ગામનાં મોઢે તાળાં મારવા ન જવાય! આપણાં પગ માટે આપણે જ પગરખાં પહેરી શકીએ તેની માટે રસ્તાઓ પર જાજમ ન બિછાવાય! તો એક સ્ત્રી, એક છોકરી પોતાનું ધ્યાન ન રાખી શકે? તેનામાં સમજશક્તિ તો છે જ ને? કે પછી તેને માત્ર અમુક વાક્યોનો સામનો કરવો પડશે જ?

“કેમ કે તું એક છોકરી છે!”

“છોકરી થઈને આવી વાતો ન કરી શકે!”

“ચાર લોકો શું કહેશે તે તો વિચાર!”

“તું છોકરીની જાત છે!”

“ભણતર હોવું તેનો મતલબ એ નથી કે નોકરી પણ કરો; ઘર સાંભળો બહું થઈ ગયું!”

આવાં સવાલો ઘણાં બધાં છે, જેનાં જવાબો શોધવાની નહીં પણ જીવનમાં અમલ કરવાની જરૂર છે! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *