padamdungari ico tourism

Padmadungari Eco Tourism Centre: અંબિકા નદીને કાંઠે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આદિવાસી ભોજન માણવાનો શ્રેષ્ઠ વિકલ્પ

whatsapp banner

તાપી, 30 માર્ચ: Padmadungari Eco Tourism Centre: દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદીના કાંઠે આવેલું છે પર્યટકોને હંમેશા આકર્ષિત કરતું પદમડુંગરી ઇકો ટુરિઝમ સેન્ટર. પદમડુંગરીમાં કુદરતને માણ્યા બાદ સ્થાનિક ભોજનનો સ્વાદ માણવાનો સૌથી સારો વિકલ્પ છે પદમડુંગરીની આસપાસ રહેતી આદિવાસી બહેનો અંબિકા વેદિક રેસ્ટોરન્ટ એન્ડ કેફેનું સંચાલન કરે છે.

વ્યારા ફોરેસ્ટ ડિવિઝનમાં આવેલા ઉનાઇ રેન્જના અધિકારીઓ દ્વારા આ બહેનોને રસોડાના સંચાલન માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. રસોડાનું સંચાલન કરતી બહેનોને વન વિભાગ દર મહિને પગાર ચૂકવે છે તેની સાથોસાથ થતી આવકમાંથી નિશ્ચિત હિસ્સો પણ તેમને આપવામાં આવે છે. આદિવાસી બહેનોને આત્મનિર્ભર બનાવવાનો વન વિભાગનો મહત્વનો પ્રયાસ માનવામાં આવે છે.

આ પણ વાંચો:- Your Dream: “રોકશો નહીં” એ બે સરળ શબ્દો જે આપણા સપનાને પ્રાપ્ત કરવાના માર્ગ પર મહત્વ ધરાવે છે

અંબિકા વેદિક રેસ્ટોરન્ટ એન્ડ કેફેના સંચાલિકા છાયાબેન ચૌધરીએ જણાવ્યું કે, ઉનાઈ રેંકના આરએફઓ રૂચીબેન દવેએ અમને માર્ગદર્શન આપીને આ સરસ જગ્યા ઊભી કરી આપી છે. આ પ્રયાસના કારણે 6-7 બહેનોને રોજીરોટી મળે છે. અમે બીજા ગામથી આવીએ છીએ અને ખૂબ મહેનત કરીએ છીએ. અહિ જમવા આવતા લોકો પણ અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એના કારણે અમારો પણ ઉત્સાહ વધે છે. બીજી બહેનોને પણ રોજીરોટી મળી રહે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

મૂળે જામનગરના જાણીતા પર્યાવરણવિદ ચંદ્રવિજયસિંહ રાણાએ અંબિકા વેદિક રેસ્ટોરન્ટ એન્ડ કેફે વિષે પોતાની પ્રતિક્રિયા આપી કે, અહિ બહેનો વૈદિક રીતથી ભોજન બનાવે છે. આદિવાસી બહેનોને આયુષ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભોજન સ્વાદિષ્ટ તો છે પણ તેની સાથોસાથ પૌષ્ટિક પણ છે. તો પદમડુંગરી જ્યારે પણ જાઓ અંબિકામાં આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ઠ ભોજન માણવાનું ચૂકતા નહીં.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *