harma1555069203169

pharma ministry: નીતિ આયોગે કરી ભલામણ, ફાર્મા સેક્ટર માટે પણ હોવું જોઇએ મંત્રાલય

pharma ministry

નવી દિલ્હી, 03 માર્ચઃનીતિ આયોગે જેશના ફાર્મા સેકટર માટે અલગથી મંત્રાલય(pharma ministry) બનાવવાની ભલામણ કરી છે. નીતિ આયોગનુ કહેવુ છે કે, દેશમાં દવા ઉદ્યોગ માટે અલગથી સ્વતંત્ર મંત્રાલયનું ગઠન કરવુ જોઈએ. સાથે જ રેગુલેટરી સિસ્ટમની ખામીઓને દૂર કરવી જોઈએ જેથી દેશમાં ફાર્મા ઈન્ડસ્ટ્રીને ગ્લોબલ પ્રતિસ્પર્ધામાં સરળતા રહે.

નીતી આયોગના સભ્ય વી.કે. સારસ્વતે સોમવારે ગ્લોબલ બાયોઇન્ડિયા સમિટમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં નવા વાયરસ સામે ઝઝૂમી રહ્યું હોય તેવા સમયે, વાઈરોલોજીમાં સંશોધન માટે નવી સંસ્થાઓ ખોલવી જોઈએ અને આ માટે માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવી જોઈએ. વળી, દેશમાં ફાર્મા ઉદ્યોગ અને તેનાથી સંબંધિત હિતધારકોને સંતુલિત કરી શકે તે માટે એક નિયમનકારી વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં ફાર્મા ક્ષેત્ર માટે રોકાણ માટેનું અનુકૂળ વાતાવરણ અને જમીન સંપાદનની નવીન રીત બનાવવી જોઈએ.

Whatsapp Join Banner Guj

વધુમાં સારસ્વતે કહ્યું કે ભારતે સક્રિય ફાર્માસ્યુટિકલ્સ ઘટકોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવું પડશે. જો ભારતે ફાર્મા ક્ષેત્રે પોતાની શક્તિ વધારવાની અને વૈશ્વિક ફાર્મા ઉદ્યોગમાં મજબૂત હરીફ તરીકે ઉભરી આવવાની જરૂર છે, તો આ માટે એક અલગ ફાર્મા મંત્રાલય(pharma ministry) બનાવવું પડશે. તેમણે કહ્યું કે ભારતે ડોમેસ્ટિક એપીઆઇ ઉદ્યોગ પર ભાર મૂકવો પડશે જેથી દવાના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે. આ સ્થિતિમાં આપણે ચીન પરની આપણી અવલંબન ઓછી કરવી પડશે. તેમણે કહ્યું કે ભારતીય ફાર્મા ઉદ્યોગ દ્વારા કોરોના રસીના મામલામાં પોતાની પ્રબળ સંભાવના દર્શાવી છે. તેથી, દેશમાં ફાર્મા ક્ષેત્રને વેગ આપવા માટે, તેની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવી પડશે. ભારતના ફાર્મા ઉદ્યોગને સરકારના ટેકાની જરૂર છે.

આ પણ વાંચો……

Gujarat budget: આજે રાજ્ય નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે, પહેલી વખત પેપર લેસ બજેટ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી- વાંચો સંપૂર્ણ માહિતી