president visit morari bapu native

President visit morari bapu native: રાષ્ટ્રપતિ કોવિંદ પરિવાર સાથે મહુવામાં મોરારી બાપુને મળ્યા, ભાવનગરમાં 1,088 આવાસનું લોકાર્પણ કર્યુ હતુ

President visit morari bapu native: રાષ્ટ્રપતિ હેલીકોપ્ટર મારફતે મહુવાના તલગાજરડા ખાતે પહોંચ્યા હતાં. હેલીપેડ ખાતે રાજ્યપાલ, કથાકાર મોરારી બાપુ, રેન્જ આઈ.જી., નગરપાલિકા નિયામક વગેરેએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતાં

ભાવનગર, 30 ઓક્ટોબરઃPresident visit morari bapu native: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે શુક્રવારે પ્રથમવાર ભાવનગરના મહેમાન બન્યા હતાં. ભાવનગરના એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિને ગુજરાતના રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતાં. રાષ્ટ્રપતિ કોવિંદ પરિવાર સાથે મહુવામાં મોરારીબાપુને મળ્યા હતા, ત્યારબાદ તેઓએ તલગાજરડા સ્થિત ચિત્રકૂટ ધામ અને કૈલાસ ગુરૂકુળની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ શુક્રવારે રાત્રી રોકાણ ભાવનગર ખાતે કરશે અને શનિવારે તેઓ દિલ્લી જવા રવાના થશે.

ભાવનગર શહેરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર બે દિવસીય પ્રવાસે આવી રહ્યા હતા તેથી છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ થતી હતી અને પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ ભાવનગરના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી, મેયર, સાંસદ, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા વગેરેએ રાષ્ટ્રપતિનુ સ્વાગત કર્યુ હતું.

આ પણ વાંચોઃ US H-1B visa: વીઝા ઇચ્છતા ભારતીયોનો માર્ગ વધુ સરળ બન્યો, અમેરિકાની કંપનીઓની એચ-1બી વીઝાની તમામ રદ્દ અરજી ફરીથી ખુલશે

ત્યારબાદ રાષ્ટ્રપતિ હેલીકોપ્ટર મારફતે મહુવાના તલગાજરડા ખાતે પહોંચ્યા હતાં. હેલીપેડ ખાતે રાજ્યપાલ, કથાકાર મોરારી બાપુ, રેન્જ આઈ.જી., નગરપાલિકા નિયામક વગેરેએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતાં. તલગાજરડા સ્થિત કથાકાર મોરારી બાપુના આશ્રમ ચિત્રકુટધામની રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ તેઓના પરિવાર સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લીધી હતી અને અભિભૂત થયા હતાં. રાષ્ટ્રપતિએ આશ્રમમાં શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ મહુવામાં કૈલાસ ગુરૂકુળની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ મોરારી બાપુ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ભાવનગર પરત આવવા રવાના થયા હતાં

શહેરના સુભાષનગર ખાતે ઈ.ડબલ્યુ.એસ. પ્રકારના ૧૦૮૮ આવાસનુ લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રપતિએ આવાસ યોજનાના પ લાભાર્થીઓને આવાસની ચાવી આપી હતી. રાષ્ટ્રપતિએ ભાવનગરના પદાધિકારી-અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વાર્તાલાપ કર્યો હતો. નગરસેવકો, આવાસના લાભાર્થીઓ સહિતનાએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતાં. આ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ સર્કીટ હાઉસ ખાતે જવા રવાના થયા હતાં. રાત્રી રોકાણ તેઓ ભાવનગર કરશે અને શનિવારે સવારે તેઓ પ્લેન માર્ગે દિલ્લી જવા રવાના થશે. રાષ્ટ્રપતિ ભાવનગરની બે દિવસીય મુલાકાતે હોવાથી સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj