Modi Government Increased MSP farmer

Relief package: રાજ્યમાં ખરીફ -૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

Relief package: આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે

ગાંધીનગર, 20 ઓક્ટોબરઃ Relief package: રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં 546 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. 2.80 લાખ ખેડૂતોને મળશે મહત્વનો લાભ..ચાર જિલ્લા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. બીજી તરફ ખેડૂતો માટે વધુ એક આંનદના સમાચાર એ છે કે જે પણ અરજી કરવાની છે તેનો ખર્ચ પણ રાજ્યની સરકાર ભોગવશે.

હાલ રાજ્ય સરકારે અતિવૃષ્ટીથી સૌથીવધુ અસરકારક એવા રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લા માટે સહાયના પેકેજની જાહેરાત કરી છે..અને અન્ય જિલ્લાઓમાં પણ સર્વે બાદ સહાય ચૂકવાશે તેમ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યુ છે..જે ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે..ત્યાંના ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર વચ્ચે અરજી કરવાની રહેશે…ખેડૂતોની અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.

આ પણ વાંચોઃ Kushinagar Airport: PM મોદીએ કર્યું કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન, વડાપ્રધાને કહ્યું-ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે

Whatsapp Join Banner Guj