train 4

Holi Special Train: પશ્ચિમ રેલવે સાબરમતી અને ગોમતીનગર વચ્ચે ચલાવશે હોળી સ્પેશિયલ ટ્રેન

whatsapp banner

અમદાવાદ, 20 માર્ચઃ Holi Special Train: પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને ગોમતીનગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

આ પણ વાંચો… Rajkot DRM Trophy: રાજકોટની DRM ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં RPFની ટીમ વિજેતા બની

ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-ગોમતી નગર-સાબરમતી સ્પેશિયલ (બે ટ્રિપ)

ટ્રેન નંબર 09405 સાબરમતી-ગોમતીનગર સ્પેશિયલ 22 માર્ચ શુક્રવારના રોજ સાબરમતીથી રાત્રે 22.00 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે 22:30 કલાકે ગોમતીનગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09406 ગોમતીનગર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 24 માર્ચ રવિવારના રોજ ગોમતીનગરથી સવારે 06.00 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:00 કલાકે સાબરમતી પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, મથુરા, હાથરસ, કાસગંજ, ફર્રૂખાબાદ, કન્નોજ, કાનપુર, અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને એશબાગ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 3 કોચ, સ્લીપર શ્રેણીના 15 કોચ અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09405નું બુકિંગ 21 માર્ચથી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો