Sujalam sufalam

Sujalam-Suflam water campaign: સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૧; વડોદરા જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના ૨૨૦ કામો પૂર્ણ કરાયા

Sujalam-Suflam water campaign: વડોદરા જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના ૨૨૦ કામો પૂર્ણ કરાયા: ૨૦,૨૧૮ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ: શ્રમજીવીઓને ઘરઆંગણે ૧૪.૮૫ લાખનું વેતન મળ્યું

  • જિલ્લામાં ૪૭૬ મીલીયન લીટર જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૫ જુલાઈ:
Sujalam-Suflam water campaign: સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં મળેલ સફળતા બાદ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના ૨૨૦ જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…olympic: સુમિત નાગલ ઓલિમ્પિકમાં ટેનિસની સિંગલ્સ મેચ જીતનારો ત્રીજો ભારતીય, હવે બીજા રાઉન્ડમાં રશિયાના મેડ્વેડેવ સામે ટક્કર

આ અભિયાન હેઠળ (Sujalam-Suflam water campaign) વડોદરા જિલ્લામાં જળસંપતિ વિભાગ,નગરપાલિકાઓ, વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ૧૩૩ કામો સહિત કુલ ૨૨૦ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવા, જમીન પાળા,ખેત તલાવડી, ચેકડેમ, કેનાલ ડીસિલ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેને પરિણામે ૨૦૨૧૮ માનવ દિન રોજગારીનું સર્જન થયું હતું. એટલુ જ નહી કોરોના મહામારી વચ્ચે ગામડાઓમાં શ્રમજીવીઓને ઘરઆંગણે રોજગારી પણ મળી હતી.

વડોદરા જિલ્લામાં (Sujalam-Suflam water campaign) હાથ ધરાયેલા કામોથી ૧,૩૩,૯૮૩ ઘનમીટર માટી ખોદાણકામ તથા ૨૦૨૧૮ માનવદિન રોજગારી મળી હતી.શ્રમ જીવીઓ ને રૂ.૧૪.૮૫ લાખનું વેતન ચુકવવામાં આવ્યું હતું.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરાયેલા કામો થકી ૧૪૮૩૫ ઘન મીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૦ (Sujalam-Suflam water campaign) અંતર્ગત વડોદરા જિલ્લામાં તળાવ ઊંડા કરવાના,ખેત તલાવડી/વન તલાવડી , કેનાલ ડીસીલ્ટીંગ, માટીપાળા તથા અન્ય પ્રકારના કુલ ૨૭૯ કામો પુર્ણ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૭,૭૬૪ જેટલા માનવદીનની રોજગારી ઉત્પન થઈ હતી. જ્યારે ૪,૭૬,૦૦૦ ઘન મીટર જેટલુ માટી કામ કરવામાં આવ્યું હતું. જેનાથી ૪૭૬ મીલીયન લીટર જેટલો પાણીનો સંગ્રહ શક્તિમાં વધારો થયો હતો.

જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે.