NDRF resque Maharastra

NDRF: વડોદરા એન.ડી.આર.એફ ના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત બે ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં યોગદાન આપ્યું

NDRF: આ ટીમોએ પાંચમી બટાલિયનની ટુકડીઓ સાથે મળીને પૂરના પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મુકાયેલા આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માં સહયોગ આપ્યો

વડોદરા, 25 જુલાઇ: NDRF: રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ – એન.ડી.આર.એફ.ની વડોદરા નજીક જરોદ સ્થિત ૬ છઠ્ઠી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધનસુસજ્જ જવાનો મહારાષ્ટ્રના ભારે પૂરથી અસર પામેલા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ગયાં છે.આ ટીમોને શનિવારે હવાઈ માર્ગે આ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

NDRF resque

ટીમોની કામગીરી અંગે જાણકારી આપતાં નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે,આ ટીમોએ પાંચમી બટાલિયનની ટુકડીઓ સાથે મળીને પૂરના પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મુકાયેલા આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માં સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Public V/s Government: જાન બચાવવાનું ભાન !
આ ગામો રત્નાગીરીને જોડતા ધોરીમાર્ગ નં.૧૬૬ પર આવેલા છે. સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોમાં એક સગર્ભા, એક મહિલા,બે વૃદ્ધ દંપતીઓ,બે બાળકો અને એક યુવાનનો સમાવેશ થાય છે. એક ટુકડી હાલમાં સાંગલીને જોડતાં વિસ્તારોમાં કાર્યરત છે.

Whatsapp Join Banner Guj