Banner naman

Public V/s Government: જાન બચાવવાનું ભાન !

Public V/s Government: એક કહેવત છે “ચટ ભી મેરી પટ ભી મેરી”, વી ધ પીપલ, આપણામાંથી  કેટલાક લોકો છેલ્લા કેટલાક સમયથી આ જ નીતિ અપનાવી રહ્યા છે. કાળ, સમય, સ્થિતિ કે પરિસ્થિતિ કોઈપણ હોય મારો જ કક્કો ખરો થવો જોઈએ !

Public V/s Government: આખું વિશ્વ લગભગ દોઢ વરસથી એક ભયાનક ચાઈનીઝ વાયરસની ચપેટમાં આવી ત્રાહિમામ પોકારી રહ્યું છે, મોટી કે નાની, આર્થિક કે લશ્કરી મહાસત્તા નિઃસહાય લાચાર અવસ્થામાં હજી આજે પણ જોવા મળે છે. અમેરિકા, રશિયા, વાયરસનો જન્મદાતા ચીન, બ્રિટન અને ભારત જેવા આંગળીને વેઢે ગણી શકાય એટલા જ દેશો વેક્સીન વિકસાવવામાં સફળ થયા છે. જ્યાં સુધી ૭૦-૭૫ ટકા નાગરિકોને રસીના બંને ડોઝ મુકાઈ ન જાય ત્યાં સુધી અનેક પ્રકારે આવતી લહેરોના પ્રતિકાર માટે સાવધાની એ જ આત્મરક્ષાનો ઉપાય છે.

Public V/s Government

દુર્ભાગ્યે આખા વિશ્વમાં રસીકરણ માટે જેટલો ભ્રમ અને ભય ભારતમાં ફેલાવવામાં આવ્યો છે તેટલો કોઈ દેશમાં ફેલાવવામાં નથી આવ્યો, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ નહિ જ. હિન્દુસ્તાનમાં પોલિયો કે ટીબી (ક્ષય) વિરોધી રસી વષોથી મુકવામાં આવે જ છે, તેમ છતાં કોરોના રસી મુદ્દે ફક્ત સરકાર વિરોધમાં લોકો ભ્રમ અને ભય ફેલાવી, સરકારનું નહિ તેમના સ્વજન અને સંબંધીઓ સાથે આખા સમાજ અને રાષ્ટ્રનું અહિત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ olympic: સુમિત નાગલ ઓલિમ્પિકમાં ટેનિસની સિંગલ્સ મેચ જીતનારો ત્રીજો ભારતીય, હવે બીજા રાઉન્ડમાં રશિયાના મેડ્વેડેવ સામે ટક્કર

આવો જ વિચિત્ર અભિગમ લોકડાઉન મુદ્દે અખત્યાર કરવામાં આવ્યો હતો. કોવીડ ૧૯ના પહેલા આક્રમણ વખતે સરકારથી માંડી ડોક્ટરો સુધ્ધાંને તેની સામે કેમ લડવું તેની જાણકારી ન હતી તેથી અચાનક આવેલો રોગચાળો ભયાનક પડકાર ન બની જાય એ હેતુથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે અમુક લોકો વિરોધ કરતા કહેતા હતા કે રોજગારી ખતમ કરી નાખી, અમારી હરવા ફરવાની આઝાદી છીનવી લીધી, ધંધા રોજગાર ઠપ કરી નાખ્યા, દેશની ઈકોનોમી તળિયે લાવી દીધી, વગેરે વગેરે….

બીજી લહેર વખતે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, સરકારોની સજ્જતા તેમજ પહેલી લહેર વખતે લોકોએ કરેલા કકળાટને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે લોકડાઉન કરવું કે ન કરવું તે નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર મૂકી દેતા જે લોકો લોકડાઉનનો વિરોધ કરતા હતા તે જ લોકો તેની તરફેણ કરતા કેન્દ્ર સરકારની બદબોઈ કરવા લાગ્યા. ધ્યાન રાખવા જેવી બાબત તો વસ્તીનો ફરક છે, આપણે ૧૩૦ કરોડ છે તે ન ભૂલવું જોઈએ.

આ પણ વાંચોઃ vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

રસી(વેક્સીન), માસ્ક, સૅનેટાઇઝર કે સ્વચ્છતા અંગેના સરકારના આદેશ/સૂચનોનું પાલન કરવું દેશના નાગરિકોની નૈતિક, સામાજિક કે રાષ્ટ્રીય ફરજ છે નહીં કે રાજકીય ફરજ. તેથી જે લોકો સરકાર જોઈને આવા આદેશો/સૂચનો ફગાવી દે છે તેઓ પોતાની અને પોતાના પરિવારની જિંદગી જ જોખમમાં મૂકે છે. મેડિકલ એક્સ્પર્ટસોની અનેક ચેતવણી છતાં અમુક લોકો માસ્ક નથી જ પહેરતા. બીજી લહેર પછી તમે, આપણે જીવિત છીએ તે જ બહુ મોટી વાત છે. અને સંભવિત ત્રીજી, ચોથી કે પાંચમી લહેર પછી પણ આ સુંદર પૃથ્વી પર રહેવું હોય તો “ચટ ભી મેરી પટ ભી મેરી” ની ફક્ત વિરોધનીતિ છોડી તમારી પોતાની સ્વરક્ષા માટે, જિંદગી માટે આત્મીય સુઝનીતિ અપનાવી લેવાનો ઉચિત સમય છે.

તમારા રસી લેવા કે નહીં લેવાથી, માસ્ક પહેરવા કે ન પહેરવાથી કોઈપણ સરકારને પાંચેક લાખના મેડિકલ ખર્ચ સિવાય બીજો કોઈ જ ફરક પડવાનો નથી પરંતુ તમારી જિંદગી દાવ પર લાગી જશે. વિરોધમાં પણ વિવેકભાન હોવું જોઈએ. આપણી ને આપણા સ્વજનોની  જાનના જોખમે માત્ર કોઈને ખુશ રાખવા, સ્વાસ્થ્યલક્ષી પગલાંઓનો વિરોધ એ કુહાડી પર પગ મારવા જેવું છે. દુશ્મન સાથે લડવા ક્યારેક દુશ્મનની ટોળીમાં ભળી જવું એ પણ સમજદાર માણસની નિશાની છે.

આ પણ વાંચોઃ Smart Face Mask: આ કંપની લાવી રહી છે સ્માર્ટ ફેસ માસ્ક, જેમાં છે માઈક અને સ્પીકર- વાંચો ખાસ ફીચર્સ વિશે…

Whatsapp Join Banner Guj