864002 chudasamabhupendrasinh 020318

મહત્વની વાત : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી ઉનાળુ વેકેશન(summer vaction)ની તારીખો- જાણો, કેટલા દિવસનું રહેશે વેકેશન અને ક્યારથી શરુ થશે નવુ સત્ર

ગાંધીનગર, 28 એપ્રિલઃ કોરોનાના વધતા કેસોની વચ્ચે શિક્ષણ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 4/2/2020 તથા તારીખ 24/03/2020 ના ઠરાવથી તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળું વેકેશન(summer vaction) પૂરૂ થયાથી શરૂ કરવાનું રહેશે. શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં ઉનાળું વેકેશન(summer vaction) તારીખ 3/5/2021 થી 6/6/2021 સુધી રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઇ પણ કામગીરી સોંપવામાં આવેલી ન હોય તેઓએ શાળાએ આવવાનું રહેશે નહીં. પરંતુ કામગીરી સોંપવામાં આવે તો તેઓએ તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત જણાવ્યું કે, ખાનગી શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ પણ વાંચો….

હજીરાના સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ(covid hospital)નો આરંભ- વાંચો વધુ વિગત

ADVT Dental Titanium