CM bhupendra Patel

Talati attendence rules: રાજ્યમાં ગામડાંઓમાં નોકરી કરતા તલાટી ગેરહાજરીની બૂમરાડના કારણે સરકારે લીધો આ નિર્ણય, જેનાથી હાજરી થશે ફરજીયાત

Talati attendence rules: તલાટીઓની ગેરહાજરીની ફરિયાદો સતત આવતાં સરકારે તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો

ગાંધીનગર, 14 ઓક્ટોબરઃ Talati attendence rules: રાજ્યમાં ગામડાંઓમાં નોકરી કરતા તલાટી ગેરહાજરીની બૂમરાડ સતત આવે છે. ત્યારે સરકારે લાલ આંખ કરતાં કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના ગામડાઓમાં તલાટીઓની ગેરહાજરીની ફરિયાદો સતત આવતાં સરકારે તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઇન હાજરી પુરાશે

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવાનો નિર્ણય લીધો હતો. જેનો રાજ્યના તલાટી મંત્રીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અલગ અલગ કારણો આપીને તલાટી મંત્રીઓએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે સતત મળતી તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરી અને કામચોરીની ફરિયાદો બાદ પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચોઃ Age limit for recruitment in government jobs: સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ આપાઇ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj