zydus cadila 2

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

અમદાવદ, 23 એપ્રિલઃ ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. કોરોનાની મહામારી વચ્ચે ઝાયડસ કંપનીની આ દવા આશાનું નવુ કિરણ બનીને આવી છે. 

ઝાયડસ(Zydus Cadila) કેડિલાનું કહેવુ છે કે, તેમની આ દવા લીધા બાદ 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું 91.15 ટકા રોગીઓ સાથે થયું છે. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તેનો ઉપયોગ થશે. ઓક્સિજન લેવલને મેઈનટેઈન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે.

Whatsapp Join Banner Guj

કંપનીનો દાવો છે કે, Pegylated Interferon Alpha 2b (Verifin) દવા 18 વર્ષથી વધુના અને હળવા લક્ષણવાળા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાના 91.15 ટકા રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામોથી સંકેત મળ્યા છે કે, દવાથી દર્દીના રિકવરીના ચાન્સ વધુ છે, આથી બીમારીને આગળ વધતા અટકાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, ત્રીજા ફેઝમાં હ્યુમન ટ્રાયલ ભારતના 20 થી 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો….

બોલિવુડ અને ટીવીના જાણીતા કલાકાર અમિત મિસ્ત્રી(Amit Mistry)નું નિધન, એક્ટરના મેનેજરે આપી જાણકારી