8 Congress MLAs To Join BJP

8 Congress MLAs To Join BJP: ગોવા કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભારતમાં જોડાશે, વાંચો વિગત

8 Congress MLAs To Join BJP: ગોવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનવડેએ જણાવ્યું હતું કે દરેક ધારાસભ્ય ભાજપમાં સામેલ થવાના છે

ગોવા, 14 સપ્ટેમ્બરઃ 8 Congress MLAs To Join BJP: ગોવા કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યે બુધવારે પાર્ટી છોડી દીધી છે. દરેક ધારાસભ્ય મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વિધાનસભા પહોંચ્યા છે અને તેમણે સ્પીકર રમેશ તાવડકરને પાર્ટીમાંથી અલગ થવાનો પત્ર આપ્યો છે. ગોવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનવડેએ જણાવ્યું હતું કે દરેક ધારાસભ્ય ભાજપમાં સામેલ થવાના છે.

કોંગ્રેસ છોડનારા ધારાસભ્યોમાં પૂર્વ CM દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, એલિક્સો સિક્વિરિયા, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર અને રુડોલ્ફ ફર્નાન્ડિઝનાં નામ સામેલ છે. બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 2/3 કરતાં વધારે હોવાથી આ ધારાસભ્યો પર પક્ષપલટાનો કાયદો લાગુ થશે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2019માં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્ય BJPમાં સામેલ થયા હતા. એમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર પણ સામેલ હતા. ગોવાના CM પ્રમોદ સાંવતે કોંગ્રેસના દરેક બળવાખોર ધારાસભ્યોને BJPમાં સામેલ કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Ministry of External Affairs has helped Indian students: વિદેશ મંત્રાલયએ ચીનમાં ભાષા અને ચિકિત્સા શિક્ષાથી પરેશાન ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલી દૂર કરી

આ પણ વાંચોઃ Shailesh lodha sarcasm: સીરિયલમાં નવા તારક મહેતાની એન્ટ્રી બાદ શૈલેષ લોઢાનો અસિત મોદી પર કટાક્ષ, કવિતા દ્વારા કહી મનની વાત

Gujarati banner 01