Gujarat high court Image

91 crore sanctioned for construction of family court: રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર

91 crore sanctioned for construction of family court: રાજ્ય સરકારે સ્પીડી જસ્ટીશ ડિલિવરી સીસ્ટમ્સના મહત્વના પરિબળ એવા એટલે કે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રીમતા આપી

ગાંધીનગર, 03 ફેબ્રુઆરીઃ 91 crore sanctioned for construction of family court: નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના ભાગરૂપે રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે  રુ. ૯૧ કરોડની વહીવટી મંજૂરી રાજય સરકારે આપી છે. 

કાયદા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ,તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીઓના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં રૂ.  ૯૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Supreme Court’s suggestion: ભાગેડુ આરોપીઓ બાકી દેવુ ચુકવવા તૈયાર હોય તો તેમને ભારત પાછા આવી શકે, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યું સૂચન

રાજ્ય સરકારે સ્પીડી જસ્ટીશ ડિલિવરી સીસ્ટમ્સના મહત્વના પરિબળ એવા એટલે કે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રીમતા આપી છે. તેના ભાગરૂપે હિમંતનગર ખાતે જિલ્લા કક્ષાના ન્યાયાલયના નવા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે  રૂ. ૬૦,૩૩,૫૦,૦૦૦/- અને થરાદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે  રૂ ૧૨, ૩૩, ૫૦, ૦૦૦ મળી કુલ રૂ. ૭૨,૬૭,૦૦,૦૦૦/- ની વ હીવટી મંજૂરી આપી છે. આ કોર્ટ બિલ્ડિંગ અત્ય આધુનિક સુવિધાઓથી સજ્જ થતા નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તથા તે જગ્યાએ કાર્યરત કર્મચારી/અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. 

રાજ્ય સરકાર દ્વારા ન્યાયતંત્ર સાથે જોડાયેલ ન્યાયાધિશો અને કર્મચારીઓને કામ કરવાની જગ્યા એટલેકે કોર્ટ બિલ્ડિંગને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે તેની સાથે સાથે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધામાં વધારો થાય એ આશયથી જ્યૂડીશીયલ ઓફીસરો માટે ૧૦ રહેણાકના મકાનો નિર્માણ કરાશે એ માટે કુલ રૂ. ૬.૭૩ કરોડની તથા સ્ટાફ માટેના કુલ ૩૧ રહેણાકના મકાનોના નિર્માણ માટે રૂ. ૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે. 

Gujarati banner 01