Anurag thakur gets emotional

Anurag thakur gets emotional: હિમાચલમાં સભા સંબોધતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા અનુરાગ ઠાકુર- જાણો શું છે મામલો?

Anurag thakur gets emotional: આ દરમિયાન 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત અને પિતા પ્રેમકુમાર ઘૂમલની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ઘૂમલના વલણનો પણ ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ Anurag thakur gets emotional: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શુક્રવારે હિમાચલમાં એક ચૂંટણીસભા દરમિયાન ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા, તેઓ આંસુ પણ લૂછતા નજરે આવ્યા. અનુરાગ ઠાકુર પોતાના લોકસભા ચૂંટણી ક્ષેત્ર સુજાનપુરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત અને પિતા પ્રેમકુમાર ઘૂમલની હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ઘૂમલના વલણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેઓ નારાજ થયા વગર સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરતા રહ્યા.

અનુરાગ ઠાકુર સુજાનપુરના ઐતિહાસિક મેદાનમાં પાર્ટી ઉમેદવારોના નામાંકન પહેલાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન અહીંના કાર્યકર્તાઓને પોતાના અને પિતાના સંબંધોને યાદ કરતા ખૂબ કરતાં ખૂબ જ ઇમોશનલ થઇ ગયા હતા. અનુરાગ ઠાકરે કહ્યું હતું કે, “ચૂંટણી મારી હતી, તમે લોકો રાતદિવસ સૂતાં ન હતાં. રાતના એક વાગ્યે હું નીકળું તો ખબર પડતી કે કાર્યકર્તા આ ગામમાં, તે ગામમાં છે. કોઇએ એ નહોતું વિચાર્યું કે અનુરાગની ચૂંટણી છે. તમે તમારી ચૂંટણી સમજી હતી. જે બેઠક અમે હાર્યા હતા તેના પર તમે મને સૌથી મોટી લીડ આપી, હું આખી ઉંમર તમારું અહેસાન નહીં ભૂલું. તમે કર્યું ત્યારે મારી દેશમાં ઓળખ બની, નહીતર દેશમાં મારી શું ઓળખ છે.”

આ પણ વાંચોઃ Mini vacation to govt employee:સરકારી કર્મચારીઓને મળશે મિની વેકેશન, પડતર દિવસની પણ રજા જાહેર

અનુરાગ ઠાકુરે કહ્યું કે, 140 કરોડની વસ્તીમાં 5 લાખનો જિલ્લો છે હમીરપુર. પરંતુ કાર્યકર્તાઓ અને પાર્ટીના કારણે તેમની ઓળખ બની. તેઓ યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને ચાર વખત સાંસદ બન્યા. આજે તે વિભાગ મળ્યો જે ક્યારેક સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી અને લાલકૃષ્ણ અડવાણી પાસે હતો.

કેન્દ્રીય મંત્રીએ પિતાને મળેલી હારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “જ્યારે તમે પાંચ બેઠકો જિતાડીને ઝોળીમાં નાખો છો, ત્યારે પોતાની તાકાત બતાવો છો. પોતાની તાકાત બનાવી રાખવી પડશે. અમે જે ગુમાવ્યું, અમે તે 5 વર્ષમાં ભરપાઈ નહીં કરી શકીએ.” તેઓ 2017માં આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ઘુમલને હારનો સામનો કરવો પડ્યો હતો. અનુરાગ ઠાકુરે કાર્યકર્તાઓને અપીલ કરી કે ફરી એક વખત હમીરપુરની પાંચ બેઠકો ભાજપની ઝોળીમાં નાખો.

કાર્યકર્તાઓની નારેબાજી વચ્ચે ભાવુક અનુરાગ ઠાકુરે કહ્યું કે, “હું આપ લોકોની ભાવના ખૂબ સારી રીતે સમજું છું. જે નેતાની સાથે તમે લોકોએ યુવા મોર્ચાથી લઇને પ્રદેશની ટીમ સુધી કામ કર્યું છે, તે ભાવના ખૂબ અલગ છે. ત્યાં એક પરિવારની ભાવના છે. આ ખૂબ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. અમે તો પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ કે આવા જિલ્લામાં અમારો જન્મ થયો, તમે મને પસંદ કર્યો.

આ પણ વાંચોઃ Dhanteras totka: ધનતેરસ પર જરૂર ખરીદજો આ વસ્તુ, હંમેશા માટે દૂર થશે દરિદ્રતા

Gujarati banner 01