Lakshmi image 600x337 1

Dhanteras totka: ધનતેરસ પર જરૂર ખરીદજો આ વસ્તુ, હંમેશા માટે દૂર થશે દરિદ્રતા

Dhanteras totka: આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે

ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃDhanteras totka: પુરાણો અનુસાર, ધનતેરસ પર ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન કળશ લઇને પ્રગટ થયા હતા. ત્યારથી જ આ તિથિ પર ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે વાસણ, જ્વેલરી તથા અન્ય વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્વ છે.

માનવામાં આવે છે કે આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘણી ઉપયોગી રહે છે અને શુભ ફળ પ્રદાન કરે છે. ધનતેરસ પર કોઇપણ વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ આ દિવસે એક ખાસ વસ્તુ જરૂર ખરીદવી જોઇએ. ચાલો તમને જણાવીએ કે આ ખાસ વસ્તુ કઇ છે….

આ પણ વાંચોઃ Imran Khan banned from contesting election: પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આજીવન ચૂંટણી લડવા પર લગાવ્યો પ્રતિબંધ

ધનતેરસ પર જરૂર ખરીદો મીઠું

  • ધનતેરસ પર બીજી વસ્તુઓની સાથે સાથે મીઠું પણ જરૂર ખરીદવું જોઇએ. મીઠું ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મા લક્ષ્મીના આશિર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે.
  • જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાને ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી ધનતેરસ પર મીઠુ જરૂર ખરીદવું જોઇએ.
  • ધનતેરસ પર મીઠાનું પેકેટ ખરીદો અને તેને એક કાચના બાઉલમાં ભરીને ઘરના પૂર્વ ખૂણામાં મુકી દો. આ ઉપાયથી ધીરે ધીર પૈસાની તંગી દૂર થઇ જશે.
  • જો તમારા ઘરમાં નેગેટિવિટી વધુ હોય તો ધનતેરસ પર પાણીમાં થોડુ મીઠુ ભેળવીને આખા ઘરમાં પોતુ કરો. તેનાથી ઘરની પોઝિટિવિટી વધશે અને શુભ ફળ પણ પ્રાપ્ત થશે.
  • ઘરનો વાસ્તુ દોષ દૂર કરવા માટે બાથરૂમમાં કાચના ગ્લાસમાં મીઠુ ભરીને મુકી દો. આમ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ જશે.

આ પણ વાંચોઃ Festival Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Gujarati banner 01