Job 1

Mini vacation to govt employee:સરકારી કર્મચારીઓને મળશે મિની વેકેશન, પડતર દિવસની પણ રજા જાહેર

Mini vacation to govt employee: રજાના અસ્તવ્યસ્ત તંત્રમાં સરકારે મોકો શોધીને ચૂંટણી પૂર્વવે સરકારી કર્મીઓને ખુશ કરવા માટે દિવાળી અને નવ વર્ષ વચ્ચેના મંગળવારના પડતર દિવસે પણ જાહેર રજાની જાહેરાત કરીને દિવાળીનું મિનિ વેકેશન આપ્યુ

ગાંધીનગર, 21 ઓક્ટોબરઃ Mini vacation to govt employee: આવતીકાલે 22મી ઓક્ટોબરે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા રહેશે જ્યારે સોમવારે દિવાળી નિમિત્તે જાહેર રજા છે પરંતુ મંગળવારે પડતા પડતર દિવસને કારણે કર્મચારીઓએ ફરી ફરજ પર આવવાનું હતુ અને નૂતન વર્ષ નિમિત્તે બુધવારે ફરી રજા જાહેર થયેલ છે. આ રજાના અસ્તવ્યસ્ત તંત્રમાં સરકારે મોકો શોધીને ચૂંટણી પૂર્વવે સરકારી કર્મીઓને ખુશ કરવા માટે દિવાળી અને નવ વર્ષ વચ્ચેના મંગળવારના પડતર દિવસે પણ જાહેર રજાની જાહેરાત કરીને દિવાળીનું મિનિ વેકેશન આપી દીધું છે.

content image b2da345f ff8c 4ddb b066 cacf7bcf2c0a

આ પણ વાંચોઃ Dhanteras totka: ધનતેરસ પર જરૂર ખરીદજો આ વસ્તુ, હંમેશા માટે દૂર થશે દરિદ્રતા

ગુજરાત સરકારે જાહેર કરેલ આદેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર એ છે કે દિવાળી અને નવા વર્ષની વચ્ચેના પડતર દિવસે 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રહેશે જાહેર રજા રહેશે. આમ સરકાર હસ્તકના સંસ્થાનોમાં કામ કરતા કર્મચારીઓને સળંગ 5 દિવસ જાહેર રજા રહેશે.

જોકે આદેશમાં જ્વલંત ત્રિવેદી,ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવે જણાવ્યું કે આ એક પડતર દિવસની વધારની રજા પેટે 12મી નવેમ્બરના રોજ અધિકારીઓ અને કર્મચારીઓએ ઓફિસે આવવું પડશે. 12મી નવેમ્બર, બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે એટલેકે આ જાહેર રજાની સામે આગામી મહિનાની એક જાહેર રજાનો બદલો સુલટાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Imran Khan banned from contesting election: પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આજીવન ચૂંટણી લડવા પર લગાવ્યો પ્રતિબંધ

Gujarati banner 01