CM bhupendra Patel speech

Gujarat government big decision: દિવ્યાંગ બાળકોના પેન્શન અંગે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો…

Gujarat government big decision: દિવ્યાંગતા અંગેનું સર્ટીફિકેટ અન્ય જિલ્લામાંથી મેળવી શકાશે

ગાંધીનગર, 22 ઓક્ટોબર: Gujarat government big decision: રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. કુટુંબ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરાતા તેનો લાભ રાજ્યમાં નિવૃત્ત સરકારી કર્મીઓના દિવ્યાંગ બાળકોને મળશે. એટલે કે નિયમોમાં ફેરફાર મુજબ દિવ્યાંગતા અંગેનું સર્ટીફિકેટ હવે અન્ય જિલ્લામાંથી પણ મેળવી શકાશે. નવી પેન્શન યોજના અંતર્ગત આવતા દિવ્યાંગોના પેન્શન બાબતે સરકારે આ નિર્ણય લીધો છે.

તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે દિવ્યાંગ દીકરીને લઇને મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી હજારો દિવ્યાંગ બાળકોને તેના સપના પૂરા કરવા માટે પ્રેરણા મળશે. મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતી દીકરીના એડમિશન માટે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. દિવ્યાંગ દિકરીને બીજે મેડીકલમાં એડમિશન આપવા અંગે હાઈકોર્ટે આદેશ કર્યો છે. દિવ્યાંગ દીકરીને સ્પેશિયલ કેસ ગણીને કોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટે તાજેતરમાં દિવ્યાંગતામાં પણ 50% ફીટ હોય તો મેડીકલમાં પ્રવેશથી વંચિત ન રાખી શકાય તેવી ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે, દિવ્યાંગતાના અભાવ પર મેડિકલમાં પ્રવેશ ન મળતા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. NEETની પરીક્ષા પાસ કર્યા બાદ મેડીકલ બોર્ડમાં ફીટ જાહેર હોવા છતાં પ્રવેશ ન મળ્યાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

50% દિવ્યાંગતા ધરાવનાર દીકરી પોતે બધી રીતે ફીટ હોવા છતાં એડમિશન ન મળ્યાની કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. આથી હાઇકોર્ટે ગઇકાલે આ અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેનાથી આ દિવ્યાંગ દીકરી હવે પોતાના સપના પૂરા કરી શકશે.

આ પણ વાંચો: Anurag thakur gets emotional: હિમાચલમાં સભા સંબોધતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા અનુરાગ ઠાકુર- જાણો શું છે મામલો?

Gujarati banner 01