BJP Suspend leader kisansinh solanki

BJP Suspend leader kisansinh solanki: ભાજપે નેતા કિશનસિંહ સોલંકીને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો?

BJP Suspend leader kisansinh solanki: ભાજપના નેતાને પંજાબના મુખ્યમંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયામા શેર કરવો ભારે પડ્યો

ગાંધીનગર, 03 ઓક્ટોબર: BJP Suspend leader kisansinh solanki: આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે તસવીર શેર કરવા બદલ ભાજપે પોતાના નેતા કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કિશનસિંહને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મિડિયા કન્વીનર અને પ્રદેશ ભાજપની ડીબેટ ટીમના સભ્ય રહી ચૂક્યા છે. પરંતું તેમને પંજાબના મુખ્યમંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયામા શેર કરવો ભારે પડ્યો છે. આ અંગેની જાણ ભાજપ કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. 

kishansinh_solanki_zee.jpg

ભાજપના નેતા કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા. કિશનસિંહે પંજાબના CM સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેથી ભાજપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો. 

આ પણ વાંચોઃ Plane Bomb Threat: ભારતીય એરસ્પેસમાં ઈરાનના વિમાનમાં બોમ્બની ખબર, વાયુસેનાએ લીધુ મોટુ એક્શન

કિશનસિંહ સોલંકીએ ભગવંત માન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. તેથી પ્રદેશ ભાજપે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં યોજાયેલી ભાજપની ચિંતન શિબિરમાં વ્યવસ્થાને લઈને કિશનસિંહ તથા પ્રદેશ મીડિયા ટીમને રકઝક થઈ હતી. તેથી શિસ્ત ભંગના કારણે 4 મહિનાથી તેમને સાઈડ ટ્રેક કરાયા હાત. સોશિયલ મીડિયા પર ભગવંત માન સાથે ફોટો મૂકતા આખરે પક્ષે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો.

લ્યો બોલો, ભાજપના નેતાએ ભગવંત માનને જન્મદિવસની શુભકામના આપી તો સી આર પાટીલે  કરી દીધા ભાજપમાંથી સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેની તસવીર શેર કરી હતી. જેમાં તેમણે ભગવંત માને તેમને કરેલી જન્મદિનની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ 300 year old Garbi: 300 વર્ષ જૂની ગરબી, સાંસદે પુનમબેને ગાયા છંદ અને ઈશ્વર વિવાહ…

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.