Citizenship Amendment Act Rules

Citizenship Amendment Act Rules : CAAના નિયમને લઇ કેન્દ્ર સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા- વાંચો સંપૂર્ણ અહેવાલ

Citizenship Amendment Act Rules: 2019માં પસાર કરાયેલા નાગરિક્તા કાયદાના નિયમો ઘડવા અને લાગુ કરવામાં હજુ છ મહિનાનો સમય લાગી શકે છે

નવી દિલ્હી, 28 જુલાઇઃ Citizenship Amendment Act Rules: કેન્દ્ર સરકારે લોકસભામાં જાણકારી આપી હતી કે નાગરિક કાયદો સીએએના નિયમોને ઘડવા અને લાગુ કરવામાં હજુ છ મહિનાનો સમય લાગી જશે. આ કાયદાના સુધારાનો અમલ 10મી જાન્યુઆરી 2020થી કરી દેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ world hepetitirs day : બહારનું ભોજન ટાળવું વારંવાર શાકભાજી-ફળો ખૂબ ધોવા જેવી કાળજીના કારણે અને ઈ વાયરસથી થતો કમળો ઘટયો

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ લોકસભામાં સવાલ કર્યો હતો કે શું સરકાર સીએએના નિયમો (Citizenship Amendment Act Rules)ઘડવા અને તેને લાગુ કરવાની સમય મર્યાદા ચુકી ગઇ છે.  જેના જવાબમાં રાજ્યકક્ષાના ગૃહ બાબતોના મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે 2019માં પસાર કરાયેલા નાગરિક્તા કાયદાના નિયમો ઘડવા અને લાગુ કરવામાં હજુ છ મહિનાનો સમય લાગી શકે છે.  

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નવમી જાન્યુઆરી 2022 સુધીમાં આ નિયમો ઘડીને તેને લાગુ કરી દેવામાં આવશે. કોઇ પણ નિયમોને ઘડનારા મંત્રાલયે તેના નિયમો(Citizenship Amendment Act Rules)ની રૂપરેખા ઘડીને  સંબંધી કાયદો લાગુ થયાના છ મહિનાની અંદર સંસદીય સમિતિને આ નિયમો મોકલવાના રહે છે.

Whatsapp Join Banner Guj