world hepetitirs day

world hepetitirs day : બહારનું ભોજન ટાળવું વારંવાર શાકભાજી-ફળો ખૂબ ધોવા જેવી કાળજીના કારણે અને ઈ વાયરસથી થતો કમળો ઘટયો

world hepetitirs day: હિપેટાઇટિસ બી વાયરસ અને તેની રસીના શોધક નોબલ ઈનામ વિજેતા ડો.બરૂચ બ્લૂમબર્ગને અંજલિ રૂપે દર વર્ષે તેમના જન્મ દિવસે કમળા પ્રતિરોધક દિવસ ઉજવાય છે

અહેવાલઃ સુરેશ મિશ્રા

વડોદરા, 28 જુલાઇ: Hepatitis day : દર્દ ક્યારેક દવાનું કામ કરે છે એ ન્યાયે કોરોના નિવારક તકેદારીઓ લેવાને લીધે, હાલમાં એ અને ઈ વાયરસ જે બહુધા ખાવા પીવાના પદાર્થોના દૂષિતીકારણને લીધે શરીરમાં પ્રવેશે છે,તેનાથી થતા એ અને ઇ પ્રકારના કમળા – હિપેટાઇટિસનું પ્રમાણ ઘટયું છે.એટલે કે કોરોના થી બચવા માટે બહારનું ભોજન ટાળવું,વારંવાર હાથ ધોવા, શાકભાજી અને ફળોને ખૂબ સારી રીતે ધોઈને ઉપયોગમાં લેવા જેવી નિવારક તકેદારીઓ કમળો ઘટાડવામાં ઉપયોગી નીવડી છે એવી સંભાવના જણાય છે.


વાયરલ કમળો એ,બી,સી,ડી અને ઇ વાયરસ ના લીધે થાય છે. હિપેટાઇટિસ (world hepetitirs day) કે કમળો એટલે સાદી ભાષામાં યકૃત એટલે કે લીવરનો સોજો. જો તેની સમયસર ઉચિત અને પૂરતી સારવાર લેવામાં ન આવે તો તે લીવરની ગંભીર બીમારી અને હિપેટો સેલ્યુલર કેન્સર સુધી દોરી લઈ જઈ શકે છે.

આ પણ વાંચોઃ Cloud Burst in kishtwar: જમ્મુના કિશ્તવાડ ખાતે વાદળ ફાટવાથી તબાહી, 6 લોકોના મોત, બીજી તરફ હિમાચલમાં અચાનક આવ્યુ પૂર- વાંચો વિગત
વાયરલ કમળાનો રોગ અને તેમાં પણ બી અને સી પ્રકારના વાયરસથી થતો કમળો જાહેર આરોગ્ય માટે જોખમ સમાન છે.તેને અનુલક્ષીને વાયરલ કમળાથી બચવાની લોક જાગૃતિ કેળવવા દર વર્ષે ૨૮ મી જુલાઇ ની વર્લ્ડ હિપેટાઇટિસ ડે (world hepetitirs day) એટલે કે વિશ્વ કમળા નિવારણ જાગૃતિ દિવસ તરીકે ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રેરણાથી કરવામાં આવે છે.આ દિવસ કમળા માટે જવાબદાર બી પ્રકારના વાયરસ અને તેની રસી ના શોધક,નોબલ ઈનામ વિજેતા ડો. બરુચ બ્લૂમબર્ગનો જન્મ દિવસ છે અને તેમને આદર અંજલિ આપવા તેની ઉજવણી કરવામાં આવે છે.


ભારત સરકારે બી અને સી પ્રકારના જોખમી કમળાના નિયંત્રણ માટે રાષ્ટ્રવ્યાપી નેશનલ વાયરલ હિપેટાઇટિસ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે તેવી જાણકારી આપતાં બરોડા મેડિકલ કોલેજના મેડીસિન વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. હિમાંશુ રાણા જણાવે છે કે,સયાજી હોસ્પિટલમાં તેના રોગ નિદાન માટે જરૂરી પરીક્ષણો, સોનોગ્રાફી, લોહીની તપાસ, સારવાર માટેની મોંઘી દવાઓ સહિત આ પ્રોગ્રામ હેઠળ વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: દેશમાં બાળકો માટેનાં રસીકરણનો શુભારંભ આવતા મહિનાથી: કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા
કમળાનો રિપોર્ટ કરાવ્યા પછી ઘણાં લોકો બોલાવવા છતાં હોસ્પિટલમાં આવતાં જ નથી,નિર્ધારિત સમય સુધી કાળજીપૂર્વક પૂરેપૂરી દવા લેતાં નથી તે અંગે ખેદની લાગણી વ્યક્ત કરતાં ડો.હિમાંશુએ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારી રોગને વકરાવે છે અને ઘણાં કિસ્સામાં જીવલેણ બને છે.૨૦૨૦ માં સયાજી હોસ્પિટલમાં બી વાયરસજન્ય કમળાના નિદાન માટે ૧૭૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ૩૭૭ અને સી વાયરસથી થતા કમળાના નિદાન માટે ૧૬૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ૧૪૭ પોઝિટિવ કેસો મળ્યા હતા.

ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ સરકાર દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી છે. હિપેટાઇટિસ સી માટે સોફોબુવિર અને અન્ય દવા સાથે તેના સમનવયથી બનાવેલી અન્ય દવા, ડેકલાટાસવીર અને હિપેટાઇટિસ બી માટે મોંઘી રીબાવિરીન સહિત અન્ય ચાર દવાઓ સયાજી હોસ્પિટલમાં આપવામાં આવે છે. લગભગ દસેક હજારની કિંમતની દવાઓ, મોંઘા ટેસ્ટ અને સોનોગ્રાફી,એક હાઇ લેવલનો ટેસ્ટ જે બહાર ખાનગીમાં રૂ.૫ હજારનો થાય તેના સહિત સારવાર વિનામૂલ્યે થાય છે ત્યારે લોકો કાળજીપૂર્વક આ સારવાર પૂરા સમય સુધી કરાવે એવી તેમની લાગણી છે.

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ
સરકારે મોટા જિલ્લાઓમાં બે અને નાના જિલ્લાઓમાં એક મોટી સરકારી હોસ્પિટલોમાં આ કાર્યક્રમ હેઠળ કમળાની સારવારની વ્યવસ્થા કરી છે.વડોદરામાં સયાજી ઉપરાંત જી.એમ.ઈ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલમાં આ કાર્યક્રમ હેઠળ કમળાની સારવાર સેવા ઉપલબ્ધ છે.
કમળાના રોગના પ્રકારો અને તેના માટે જવાબદાર વાયરસોની જાણકારી આપતાં ડો.હિમાંશુ રાણા એ જણાવ્યું કે,એ અને ઈ પ્રકારનો કમળો મુખ્યત્વે ખાવા પીવાની ચીજોના દૂષિતિકરણ થી થાય છે જેને પાણી ઉકાળી અને ઠંડુ પાડીને ઉપયોગમાં લેવું,બહાર ના ખાદ્ય પદાર્થો ટાળવા સહિતની ઉપર જણાવેલી તકેદારીઓથી ટાળી શકાય છે.હાલમાં તેનું પ્રમાણ સારું એવું ઘટયું છે.૨૦૨૦ માં એ પ્રકારના વાયરસથી થતા કમળા માટે ૧૫૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૦૯ પોઝિટિવ, અને ઇ પ્રકારના વાયરસથી થતા કમળાના નિદાન માટે ૧૪૦૦ ટેસ્ટ માં થી ૧૫૬ પોઝિટિવ કેસો મળ્યા હતા.


તેમણે જણાવ્યું કે બી અને સી પ્રકારનો કમળો મોટેભાગે એકજ નીડલ અને સિરિંજ વાપરવા જેવી બેદરકારી,જેને આ રોગ થયો હોય તેની સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક, સીધેસીધો રક્ત સંપર્ક જેવા કંટામીનેસનથી લાગતા ચેપથી થાય છે. તેઓ કહે છે કે સગર્ભા મહિલાઓને કમળાનો ચેપ ન લાગે તેની ખાસ કાળજી લેવી જરૂરી છે. સયાજી હોસ્પિટલમાં હેલ્થ વર્કરને હિપેટાઇટિસ બી ની રસી નિવારક તકેદારીના રૂપમાં આપવામાં આવે છે.

ત્રણ ડોઝની આ રસી નાના મોટા સહુ કોઈ લઈ શકે છે જે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવે છે. શરીરના પોતાના એન્ટીબોડીઝ ના લીવર પર દુષ્પ્રભાવથી ઓટો ઈમ્યૂન પ્રકારનો,ડ્રગ ઇંડ્યુસડ અને પિત્તાશયની બીમારીથી થતો કમળો ખૂબ જૂજ કે નહીંવત પ્રમાણમાં થાય છે.

આ પણ વાંચોઃ olympic: ભારતનો મેન્સ હોકીમાં સ્પેન સામે ૩-૦થી વિજય, મહિલા બોક્સિંગમાં લવલીના ધમાકેદાર શરૃઆત કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો..!
કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.જણાવે છે કે હવે બાળકોના રસીકરણ પ્રોગ્રામમાં જ કમળા પ્રતિરોધક રસીનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.સયાજી હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય સેવકોની સલામતી માટે કોઈપણ પ્રકારની સર્જરી કરતાં પહેલા દર્દીનો હિપેટાઇટિસ ટેસ્ટ કરવામાં આવે છે.


ડો.હિમાંશુ રાણા જણાવે છે કે કમળો એ કોઈ ડરવા કે હતાશ થઈ જવા જેવો રોગ નથી. કાળજી સાથે રોગ નિદાન કરાવી ને જરૂરી સારવાર પૂરા સમય સુધી કરાવવાથી રોગ મુક્ત થઈ શકાય છે. યોગ્ય પ્રકારના આહાર નું સેવન કરવું સારવાર દરમિયાન જરૂરી છે.તેની સાથે ડોકટરની સલાહ પ્રમાણે જ દવાઓ લેવી જોઈએ અને સેલ્ફ મેડી કેસન થી બચવું જોઈએ. સયાજી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.તેની સાથે ખાનપાનમાં કાળજી અને સ્વચ્છતા ની જાળવણી આ રોગ થી બચાવે છે.

Whatsapp Join Banner Guj