Dwarka mandir

CM Darshan of Dwarkadhish: મુખ્યમંત્રી આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

CM Darshan of Dwarkadhish: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


CM Darshan of Dwarkadhish: દ્વારકા મંદિરના પૂજારીઓના શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન અર્ચન સાથે પાદુકા પૂજન પણ કર્યું હતું.

  • મુખ્યમંત્રી આહીર સમાજ કાન્હા વિચાર મંચ દ્વારા આયોજિત શોભાયાત્રામાં પણ સહભાગી થયા હતા

દ્વારકા, 19 ઓગસ્ટ: CM Darshan of Dwarkadhish: દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મુખ્યમંત્રી ને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી મુળુભાઇ બેરા, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતીબેન સામાણી, સંગઠનના પાલાભાઈ કરમુર, શૈલેષભાઈ કજાણકારીયા, યુવરાજસિંહ વાઢેર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

Gujarati banner 01