anaj vitran 1

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

anaj vitran 1

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને

સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ સુધીમાં વાજબી ભાવની દુકાનેથી વ્યકિત દીઠ ઘઉં-૩.૫ કી.ગ્રા. અને ચોખા-૧.૫ કી.ગ્રા. તેમજ ૧ કી.ગ્રા. ચણા/ચણાદાળનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

 જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકો પૈકી જે કાર્ડધારકના

  1. રેશનકાર્ડનો છેલ્લો અંક ૨ હોય તેમણે તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ 
  2. જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક ૩ હોય તેમણે તા.૨૩/૯/૨૦૨૦ના રોજ 
  3. જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક ૪ હોય તેમણે તા.૨૪/૯/૨૦૨૦ના રોજ 
  4. જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૫ હોય તેમણે તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ
  5.  જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૬ હોય તેમણે તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ
  6. જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૭ હોય તેમણે તા.૨૭/૯/૨૦૨૦ના રોજ
  7. જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૮ હોય તેમણે તા.૨૮/૯/૨૦૨૦ના રોજ
  8.  જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૯ હોય તેમણે તા.૨૯/૯/૨૦૨૦ના રોજ
  9. અને જેમના રેશનકાર્ડનો છેલ્લો અંક-૦ હોય તેમણે તા.૩૦/૯/૨૦૨૦ના રોજ અનાજનો જથ્થો મેળવવા સારૂ વાજબી ભાવની દુકાને જવાનું રહેશે.
loading…

અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ લાભાર્થી ઉપરોકત જણાવ્યા મુજબની તારીખોમાં  PMGKAY  હેઠળ મળવાપાત્ર જથ્થો મેળવી ન શકે તો તેઓએ તા.૩૦/૯/૨૦૨૦ સુધીમાં વાજબી ભાવની દુકાનેથી જથ્થો મેળવી લેવાનો રહેશે. જથ્થો મેળવવા સારૂ રેશનકાર્ડ ધારકોએ કાર્ડદીઠ એક જ વ્યકિતએ જવાનું રહેશે. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સારૂ માસ્ક પહેરવા તેમજ આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન તથા સોશીયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કેન્દ્ર સરકારની ‘‘વન નેશન વન રેશકાર્ડ‘‘યોજના હેઠળ દેશનો કોઈ પણ NFSA રેશનકાર્ડ ધારક પોતાના અંગૂઠા/આંગળીની છાપ દ્વારા અથવા નોંધાયેલ મોબાઈલ નંબર પર મેળવેલ OTP થી ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર રાજ્યમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.