lovlina Borgohain

lovlina Borgohain: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો- વાંચો વિગત

lovlina Borgohain: 69 કિગ્રા વેલ્ટરવેટ કેટેગરીની સેમીફાઈનલમાં લવલીનાને તુર્કીની વર્લ્ડ નંબર-1 મુક્કેબાજ બુસેનાજ સુરમેનેલીએ 5-0થી હરાવી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 ઓગષ્ટઃ lovlina Borgohain: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. બુધવારે 69 કિગ્રા વેલ્ટરવેટ કેટેગરીની સેમીફાઈનલમાં લવલીનાને તુર્કીની વર્લ્ડ નંબર-1 મુક્કેબાજ બુસેનાજ સુરમેનેલીએ 5-0થી હરાવી હતી. આ સાથે જ લવલીના બોરગોહેન ઓલમ્પિક મુક્કેબાજી ઈવેન્ટમાં પદક જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે. 

આના પહેલા વિજેંદર સિંહ અને એમસીસી મૈરીકૉમ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે. સૌથી પહેલા વિજેંદર સિંહે બેઈજિંગ ઓલમ્પિક (2008)ની મિડલવેટ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો હતો. 2012ના લંડન ઓલમ્પિકમાં એમસીસી મૈરિકૉમે ફ્લાઈવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી- વાંચો વિગત

લવલીના(lovlina Borgohain)એ પહેલા રાઉન્ડમાં આક્રમક થઈને રમવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તુર્કીની મુક્કાબાજનું પલડું ભારે રહ્યું હતું. આ દરમિયાન લવલીનાએ કેટલાક સોલિડ લેફ્ટ અને રાઈટ અપર કટ માર્યા હતા. જ્યારે સુરમેનેલીએ પણ કેટલાક સોલિડ પંચ માર્યા હતા. પહેલા રાઉન્ડમાં પાંચેય જજે વિપક્ષી મુક્કાબાજને બેહતર માની હતી. 

બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ તુર્કીની મુક્કાબાજનું પલડું ભારે રહ્યું હતું. આક્રમક થઈને રમવાનો પ્રયત્ન કરવામાં લવલીનાએ બીજા રાઉન્ડમાં ચેતવણી તરીકે એક પોઈન્ટ પણ ગુમાવવો પડેલો. બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ પાંચેય જજે બુસેનાજ સુરમેનેલીને બેહતર મુક્કાબાજ ગણાવી હતી. 

આ પણ વાંચોઃ Modi government passed the bill: વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવતુ રહ્યું અને સરકારે આ બિલ પાસ કરી દીધા- વાંચો વિગતે

મેચમાં લવલીનાને પહેલા અને બીજા જજે 26-26 જ્યારે બાકીના ત્રણેય જજે 25-25 પોઈન્ટ આપ્યા. જ્યારે બુસેનાજ સુરમેનેલીને પાંચેય જજે 30-30 પોઈન્ટ આપ્યા. 

Whatsapp Join Banner Guj