Niramay abhiyan yojana

Niyamay Gujarat Yojana: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘નિરામય ગુજરાત’ યોજનાનો શુભારંભ, જાણો આ યોજના વિશે મહત્વની જાણકારી

Niyamay Gujarat Yojana: આ યોજના અંતર્ગત રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેવામાં આવશે

ગાંધીનગર,13 નવેમ્બર: Niyamay Gujarat Yojana: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી રાજ્ય વ્યાપી ‘નિરામય ગુજરાત ’યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતવાસીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં (Corona epidemic)સમગ્ર વિશ્વ ઝપેટમાં આવી ગયું હતું.

કોરોના વાયરસમાં સૌથી વધુ એવા વ્યક્તિ મોત થયા છે જેઓને ડાયાબિટીસ સહિત અન્ય રોગ હતા. તેવા વ્યક્તિને કોરોના સંક્રમણ ઝડપથી થયું હતુ. આજે જીવનના ધારાધોરણો બદલાયા છે. પહેલા આપણે ગાડી લાવતા હતા કે તેનો ઉપયોગ કરતા હતા. આજે આપણા બાજુ વાળાએ ગાડી લીધી છે આપણે ક્યારે લાવીશુ તેની ચિંતા વધુ કરીએ છીએ. આજે વિશ્વમાં સૌથી વધુ અને અસરકારક વેકિસન કામગરીમાં ભારત અગ્રેસર રહ્યું છે તેની પાછળ મોદી સરકાર અને આપ સૌ કોઇનો મહત્વ ફાળો છે.

વધુમાં સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દિવાળી બાદ ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. હજુ પણ તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. લોકો બહાર ફરી આવ્યા છે એટલે કેસમાં થોડો વધારો થયો છે. ગુજરાત સરકારની અમારી ટીમ ભલે નવી છે પરંતુ અમારી નવી ટીમ છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે તેવા પ્રયાસ કરીએ છીએ. નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ પૂર્ણ કરવા પહેલા ગુજરાત આત્મનિર્ભર બંને એટલે આ સંકલ્પ પૂર્ણ થશે.

આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના(Niyamay Gujarat Yojana) શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે 12 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ બચશે.

આ પણ વાંચોઃ Covid-19 Booster Shot: શું ભારત માટે બૂસ્ટર ડોઝ આપવાનો યોગ્ય સમય છે? વાંચો દિલ્હી AIIMSના ડોક્ટર્સનું શું કહેવું છે આ બાબતે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 મુજબ ગુજરાતમા બિન ચેપી રોગ જેવા કે હાય પર ટેન્શનનું પ્રમાણ સ્ત્રીઓમાં 20.6 ટકા અને પુરુષોમાં 20.3 ટકા છે. જ્યારે ડાયાબિટીસ (પ્રકાર -2) નું પ્રમાણ સ્ત્રીઓમાં 15.8 ટકા અને પુરુષોમાં 16.9 ટકા જોવા મળેલ છે. તેમજ કેન્સરનું પ્રમાણ પુરુષોમાં 0.09 ટકા અને સ્ત્રીઓમાં 0.10 ટકા જોવા મળેલ છે. આમ જોતા બિન ચેપી રોગોનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.

Whatsapp Join Banner Guj