Amdavad-Okha: અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
Amdavad-Okha: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
રાજકોટ, 13 માર્ચ: Amdavad-Okha: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09435 અમદાવાદ – ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 25મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 01મી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 26મી માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 02મી જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09435 અને 09436 માટેનું બુકિંગ 15 માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.