Coach clean

Clean train week: સ્વચ્છતા પખવાડિયા હેઠળ “સ્વચ્છ ટ્રેન” પર અમદાવાદ મંડળ નું વિશેષ અભિયાન.

Clean train week: ટ્રેનોમાં શૌચાલયની સફાઈ, વોશ બેસિનના દરવાજા, સીટ, ફ્લોર ની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું,

અમદાવાદ , ૨૧ સપ્ટેમ્બર: Clean train week: અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા હેઠળ 19 અને 20 સપ્ટેમ્બર 2021 ના રોજ, “સ્વચ્છ ટ્રેન” પર વિશેષ અભિયાન હેઠળ ટ્રેનો તથા તેની અંદર ના શૌચાલય તેમજ કોચ રેકની મશીનોથી સાફ સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનોમાંથી એકત્રિત પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

મુસાફરોને કચરો યોગ્ય જગ્યાએ અને કોચમાં સ્થાપિત કચરાના ડબ્બામાં નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટ્રેનોમાં શૌચાલયની સફાઈ, વોશ બેસિનના દરવાજા, સીટ, ફ્લોર ની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, બિનજરૂરી સ્ટીકરો દૂર કરી અને  ટ્રેનોની અંદર “શું કરવું અને શું ન કરવું” સંબંધિત પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી

Clean train week

અને તેને તાત્કાલિક સુધારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કાંકરિયા, અમદાવાદ, ગાંધીધામ કોચિંગ ડેપો અને અમદાવાદ સ્ટેશન સહિત મંડળના અન્ય સ્ટેશન અને યાર્ડમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

Whatsapp Join Banner Guj