Ambaji police dhaja

Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

Banaskantha Police District

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૦ સપ્ટેમ્બર:
Banaskantha Police District: શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે જે ભાદરવીપૂનમ નો મેળો ભરાય છે ને તેમાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પગપાળા પહોંચતા હોય છે ત્યારે ચાલુવર્ષે કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને લઈ ભાદરવીપૂનમ નો મેળો બંધ રખાયો હતો પણ બાધા-માનતા પુરી કરવા આવનાર ભક્તો માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા હતા

Banaskantha Police District: જેમાં દરવર્ષ જે શ્રદ્ધાળુઓ આવતા હતા તેના કરતા 15 થી 20 ટકા પદયાત્રીઓજ અંબાજી પહોંચ્યા હતા આજે ભાદરવીપૂનમ નો છેલ્લો દિવસ છે ને પૂનમ ના 6 દિવસ હેમખેમ ને નિર્વિઘ્ન પૂર્ણ થતા તમામ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

Banaskantha Police District

અને મેળો પૂર્ણ થયા બાદ જેમ દરવર્ષે માતાજી ના મંદિરે ધજા ચઢાવામા આવે છે તે પરંપરા ને લઈ અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા વહીવટી તંત્ર સેવા કેમ્પ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ટ્રસ્ટ દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

Banaskantha Police District

જીલ્લા પોલીસ વડા દ્વારા ધજા લઈ મંદિરે પહોચતા જીલ્લા કલેકટર દ્વારા સ્વાગત કરી ને માતાજીની પ્રતિમા અર્પણ કરી હતી એટલુંજ નહીં આજે રાત્રી ના 12 કલાકે તિથિ બદલાતી હોવાથી આજની ભાદરવીપૂણમ રાત્રી ના 12 કલાક બાદ પૂર્ણ થયેલી ગણવામાં આવશે.

Whatsapp Join Banner Guj