One Station One Product

One Station One Product: ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મંગાવવામાં આવી

One Station One Product: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ હેઠળ સ્ટોલ પર ઉત્પાદનોના વેચાણ માટે અરજીઓ મંગાવવામાં આવી

અમદાવાદ, 16 ડિસેમ્બરઃ One Station One Product: ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વ સુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ પવન કુમાર સિંહના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ અમદાવાદ ડિવિઝનના 15 સ્ટેશનો જેમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, અસારવા, કલોલ, ગાંધીધામ, ભુજ, ગાંધીનગર, હિંમતનગર, પાટણ, વિરમગામ, સાબરમતી, મણિનગર, ચાંદલોડિયા અને સામાખિયાળી સ્ટેશનનો “વન સ્ટેશન-વન પ્રોડક્ટ” (OSOP) સ્ટોલ્સ પર ઉત્પાદનોના વેચાણ માટે રસ ધરાવતી વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ઉપરોક્ત સ્ટેશનો માટે વિવિધ વિક્રેતાઓને આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે 15 દિવસ માટે રુ.1000/-ની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. જે અંતર્ગત હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક ખાદ્ય પદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા નિર્મિત ઉત્પાદનો, કાપડ અને હાથ શાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, ગારમેન્ટ્સ વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન ગોઠવીને વેચાણ કરી શકાશે.

વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વસહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત છે. તેઓ આયોજનામાં ભાગ લઈ શકશે. આયોજનાનો લાભ લેવા માટે ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્રસરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, TRIFED રજીસ્ટ્રેશન, રજીસ્ટર્ડ સ્વ-સહાય સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે.

આ બાબતે વધુ માહિતી માટે સ્ટેશન મેનેજર/વાણિજ્ય નિરીક્ષક અને વાણિજ્ય વિભાગ, DRM ઓફિસ, GCS હોસ્પિટલ સામે, નરોડા રોડ, અમદાવાદ-382345 નો સંપર્ક કરો. સોમવાર થી શુક્રવાર સવારે સમય 10.30 થી સાંજના 06.00 વાગ્યા સુધી રુબરમાં અથવા મો.નંબર 9724093967 પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો… Surat Diamond Bourse inaugurated: ભારતમાં તૈયાર થયું વિશ્વનું સૌથી મોટું ડાયમંડ એક્સચેન્જ, વડાપ્રધાન આવતીકાલે કરશે ઉદ્ઘાટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો