Prakash Butani

Prakash Butani: પ્રકાશ બુટાનીએ પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજરનો મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ, ૨૮ સપ્ટેમ્બર: Prakash Butani: ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારી પ્રકાશ બુટાની દ્વારા સોમવાર તારીખ 27 સપ્ટેમ્બર, 2021ના રોજ પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર તરીકેનો મહત્વપૂર્ણ પદનો કાર્યભાર ગ્રહણ કરવામાં આવ્યો.

પ્રકાશ બુટાની (Prakash Butani) ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ (IRSME) ની 1985 બેચના વરિષ્ઠ અધિકારી છે. આ અગાઉ તેઓ મધ્ય રેલવે, દક્ષિણ પૂર્વ રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે, ડીઝલ કમ્પોનન્ટ વર્કસ / પટિયાલા અને રેલ કોચ ફેક્ટરી / કપૂરથલામાં વિવિધ હોદ્દા પર કાર્યરત હતા.

આરડીએસઓ/લખનૌમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેઓ વે-સાઇડ ડિટેક્શન સિસ્ટમના વિકાસ માટે રેલવે સુરક્ષાના ટેકનોલોજી મિશન હેઠળ આઇઆઇટી કાનપુર સાથે સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. તેઓ દક્ષિણ રેલવેના ત્રિવેન્દ્રમ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મેનેજર તરીકે કાર્ય કરી ચુક્યા છે.

આ પણ વાંચો…jignesh mevani & kanhaiya kumar join Congress: રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી વિધિવત કોંગ્રેસમાં સામેલ

પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર તરીકેનો કાર્યભાર ગ્રહણ કરતાં પહેલા તેઓ મધ્ય રેલવેમાં મુખ્ય સુરક્ષા અધિકારી તરીકે અને ત્યારબાદ મુખ્ય વહીવટી અધિકારી (પ્રોજેક્ટ્સ) ના પદ પર કાર્યરત હતા.

Whatsapp Join Banner Guj