Rajkot DRM: અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝન ના ડીઆરએમ તરીકે નો કાર્યભાર સંભાળ્યો.

રાજકોટ, ૧૧ ઓગસ્ટ: Rajkot DRM: અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝનના ડીઆરએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, ડિવિઝનલ રેલવે મેનેજર, રાજકોટનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ જયપુરમાં મુખ્ય વિદ્યુત વિતરણ ઇજનેર તરીકે કાર્યરત હતા.

તેમને પરમેશ્વર ફૂંકવાલની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે,જેમની પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ચર્ચગેટ ખાતે મુખ્ય ટ્રેક એન્જિનિયર તરીકે બદલી કરવામાં આવી છે, ભારતીય રેલવે ઈલેક્ટ્રિકલ સર્વિસના 1990 બેચના વરિષ્ઠ અધિકારી જૈને GECU, ઉજ્જૈનમાંથી B.Tech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને આઈ આઈ ટી દિલ્હી થી M.Tech. (ગોલ્ડ મેડલ) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

તેમણે દક્ષિણ રેલવેમાં 10 વર્ષ સુધી વિવિધ મહત્વ ના હોદ્દા (Rajkot DRM) પર કાર્ય કર્યું છે ,જેમાં સહાયક વિદ્યુત ઇજનેર, વિભાગીય વિદ્યુત ઇજનેર, નાયબ મુખ્ય વિદ્યુત ઇજનેર (મુખ્યાલય) સામેલ છે. તેમણે પશ્ચિમ મધ્ય રેલવેમાં સાડા પાંચ વર્ષ ડેપ્યુટી જીએમ અને સેક્રેટરી ઓફ જીએમ તરીકે અને ઉત્તર- પશ્ચિમ રેલવેમાં લગભગ અઢી વર્ષ વીજળીકરણમાં અને પાંચ વર્ષ DFCCIL-જયપુરમાં કામ કર્યું, સાથે જ તેમણે RITES અને ગુજરાત મેટ્રો અમદાવાદમાં પણ કામ કર્યું છે .

આ પણ વાંચો…Coronaviurs third wave: અમેરિકા-બ્રિટન બાદ ભારતમાં વધ્યુ જોખમ, ભારતના આ રાજ્યમાં 5 દિવસમાં 242 બાળકો પોઝિટિવ..! વાંચો વિગતે

તેમણે ઉત્તર પશ્ચિમ રેલવેમાં વીજળીકરણ અને ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. દક્ષિણ રેલવેમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચેન્નાઈ ખાતે રેલવે ક્રૂ સ્ટાફ માટે ભારતીય રેલવેમાં પ્રથમ વખત પેજર્સ આપ્યા હતા.

જૈનને એન્જીન ની જાળવણી, ઇલેક્ટ્રિક લોકો શેડનું બાંધકામ, રેલવે એન્જિનોની વિશ્વસનીયતામાં સુધારો અને મટીરીયલ મેનેજમેન્ટનો નોંધપાત્ર અનુભવ છે. તેમને ચેન્નઈમાં મંડળ વિદ્યુત ઈજનેર (ઓપરેશન્સ) અને ડેપ્યુટી જીએમ જબલપુર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જનરલ મેનેજર એવોર્ડ મળ્યો હતો.

જૈને જાપાનમાં વેગનમાં ભારે સામાન લોડ કરવા અને દક્ષિણ કોરિયામાં ગુજરાત મેટ્રો રોલિંગ સ્ટોક ડિઝાઇન કરવાની તાલીમ મેળવી છે. તેઓ વિવિધ અભ્યાસો અને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ ધરાવે છે.

Whatsapp Join Banner Guj