Amit Shah Visit Gujarat: ગુજરાતની મુલાકાતે આવશે ગૃહમંત્રી અમિત શાહ, આટલા કરોડના વિકાસકાર્યોની આપશે ભેંટ

Amit Shah Visit Gujarat: અમિત શાહ તેમના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

અમદાવાદ, 18 મેઃ Amit Shah Visit Gujarat: ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે લોકસભા મત વિસ્તાર એવા અમદાવાદ અને ગાંધીનગરમાં 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં હાઉસિંગના મકાનોનું ઉદઘાટનથી લઈને નારણપુરામાં લોકાર્પણ કાર્ય કરશે. 

ગૃહમંત્રીનો આ કાર્યક્રમ મે મહિનામાં જ  20 અને 21 તારીખના રોજ યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે તેમના લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ લોકાર્પણ સ્વરુપે મળશે.  

આ વિકાસકાર્યોનું ઉદઘાટન થશે

ગોતા વોર્ડ, સાયન્સ સિટી વિસ્તાર સહિત વિવિધ વોર્ડમાં અંદાજે 2000 ઘરોનો ડ્રો કરવામાં આવશે. તેઓ ચાંદલોડિયા વોર્ડમાં 17 કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ગોતા વોર્ડમાં 18.41 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે. 7.75 કરોડના ખર્ચે બનેલ રેન બસેરાવગેરેનો સમાવેશ થાય છે. થલતેજ ગામમાં રૂ.5 કરોડના ખર્ચે થલતેજ તળાવ વિકસાવવા ખાતમુહૂર્ત કરાશે.

નારણપુરામાં લોકાર્પણ થશે

નારણપુરા વિસ્તારની ટીપી-29માં રૂ.2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલ જીમખાના અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો… Shani Jayanti 2023: આવતીકાલે છે શનિ જયંતિ, જાણો ભગવાન શનિને પ્રસન્ન કરવાના ઉપાય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો