1500 Extra ST Bus to Ambaji

1500 Extra ST Bus to Ambaji: અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા નો નિર્ણય એસટી વિભાગે કર્યો

1500 Extra ST Bus to Ambaji: અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજી થી પાલનપુર ને રાજસ્થાન માં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો ની સુવિધા

  • અંબાજી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપર થી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે
  • યાત્રિકો નો સંઘ બસ ની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશેતો એસટી બસ તેમના ગામ ,શહેર ને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી
  • કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 02 સપ્ટેમ્બરઃ1500 Extra ST Bus to Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહેતા મેળા થનગનાટ શરુ થઇ ગયો છે. આ વર્ષે યાત્રિકો ની સંખ્યા વધુ આવવા ની શક્યતાઓ સાથે વરસાદી માહોલ પણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકો ને કોઈ હેરાનગતિ ન થાય તે માટે નાના મોટા અનેક વોટરપ્રુફ સમિયાણા બાંધવામાં આવી રહ્યા છે ને સુચારુ રૂપ થી દર્શન નો લાભ મળે તે માટે વોટરપ્રુફ સમિયાણા સાથે વોટરપ્રુફ લાઈન વ્યવસ્થા ગોઠવવા માં આવી છે.

આ પણ વાંચોઃ Emontance of Ambaji Temple: માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી

અંબાજી પગપાળા આવેલા યાત્રિકો ને પરત પોતાના વતન જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા નો નિર્ણય એસટી વિભાગે કર્યો છે એટલુંજ નહીં એસટી આપના દ્વારે યોજના અંતર્ગત યાત્રિકો નો સંઘ બસ ની કેપેસીટી પ્રમાણે બુકીંગ કરાવશેતો એસટી બસ તેમના ગામ ,શહેર ને સોસાયટી સુધી મૂકી જવાની પણ વ્યવસ્થા કરી છે.

હાલનું બસ સ્ટેશન બંધ કરી મેળા માટે 7 હંગામી બસ સ્ટેશન ઉપર થી આ તમામ વાહન વ્યવહાર કાર્યરત કરાશે અંબાજી થી અમદાવાદ જવા ,અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજી થી પાલનપુર ને રાજસ્થાન માં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો ની સુવિધા ને પુરી પડાશે ને જો કોઈ વાહન ખોટવાય તો તેના માટે પણ પૂરતું આયોજન કર્યા હોવાનું પણ એસટી ડેપો મેનેજરે કલ્પેશભાઈ પટેલ (ડેપો મેનેજર,એસટી વિભાગ)અંબાજી એ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Senior Citizens will be provided isolation facility: ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

Gujarati banner 01