New BCCI president of Roger Binny

New BCCI president Roger Binny: BCCIના નવા પ્રમુખ તરીકે રોજર બિન્નીની નિમણૂક, વાર્ષિક સામાન્ય સભામાં લેવાયો આ નિર્ણય

New BCCI president Roger Binny: BCCI પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કરનાર 67 વર્ષીય બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 ઓક્ટોબરઃ New BCCI president Roger Binny: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા આજે મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી જેમાં BCCI સેક્રેટરી જય શાહ, હાલના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યાં હતા.

બિન્નીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું છે. BCCI પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કરનાર 67 વર્ષીય બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. આગામી જૂથના હોદ્દેદારોની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા હતી કારણ કે તમામ બિનહરીફ ચૂંટાવાના હતા તે નક્કી હતુ. 

New BCCI president of Roger Binny 1

આ પણ વાંચોઃ 3 Gujaratis killed in helicopter crash: ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશમાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના હતા તેઓ વતની- વાંચો વિગત

– રોજર બિન્ની, તેમના હાલના કાર્યકાળમાં, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહેલા અને હવે તેઓ બીસીસીઆઈના પ્રમુખ બન્યા પછી રાજ્ય સંસ્થામાંથી રાજીનામું આપશે. 

– 1983ના વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન તેમણે ભારત માટે 8 મેચ રમી હતી અને તે આ સમયગાળા દરમિયાન કુલ 18 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. રોજરે ઐતિહાસિક ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા.

આ પણ વાંચોઃ Manubhai Chavda join Congress: ભાજપના પૂર્વમંત્રી મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાય ગયા

Gujarati banner 01