8 Trustees Of Vidyapith Resigned

8 Trustees Of Vidyapith Resigned: કુલપતિની નિમણૂકથી નારાજગીના કારણે ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ આપ્યા રાજીનામાં

8 Trustees Of Vidyapith Resigned: ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ 8 Trustees Of Vidyapith Resigned: ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાપીઠમાં વિવાદ ચાલી રહ્યો છે. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, જે બાદ નિર્ણય કરવામાં આવશે.

11 1666016274

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે. કુલપતિની નિમણૂકથી નારાજગી હોવાને કારણે રાજીનામાં આપ્યા છે તથા કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો છે. જેમાં લખ્યું છે કે, કુલપતિની પસંદગી બાબતે પહેલાં અધિકારીક મારફતે અમુક ધર્મની ના હોય, અમુક વ્યક્તિ વિરોધી ના હોય એવા માપદંડ બતાવી અને આખરે મંત્રી અને પક્ષના કાર્યકરો મારફતે અમુક વ્યક્તિ પસંદ થાય, ન વિદ્યાપીઠના પ્રશ્નો સાંભળવામાં આવશે તેવી શરત મૂકવામાં આવી છે. 102 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ મૌખિક દબાણ શરૂ થયું છે.

આ પણ વાંચોઃ Vaishali thakkar suicide note: એક્ટ્રેસ વૈશાલીની આત્મહત્યા બાદ, સુસાઈડ નોટ વાયરલ થતા થયા અનેક ખુલાસા

આચાર્ય દેવવ્રત અંગે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, સરકારને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધું છે. શું તેમને ગાંધી વિચારને છેદ દીધો હોય તેવું નથી લાગતું. ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સમિતિ નથી. અહિંસાના રસ્તાના સર કહેવાની હિંમત જરૂરી છે. તે વિનાનો ગાંધી અધૂરો છે. અંતર આત્માના અવાજને સાંભળી અને અનુસરીને સામુહિક રીતે રાજીનામાં આપવામાં જ શાણપણ સમજીએ છીએ.

ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કરી જણાવ્યું હતું કે, 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં ઉપર ચર્ચા કરીને ના સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે.

gujjoint statementgvp 171022 1 new 1666016284
gujjoint statementgvp 171022 2 new 1666016295

આ પણ વાંચોઃ Govt cut cng png vat: રાજ્ય સરકારે CNG-PNGનો વેટ ઘટાડ્યો, ગેસ સિલિન્ડર પણ ફ્રી આપશે- વાંચો વિગત

Gujarati banner 01