Isudan Gadhvi

AAP-Congress Alliance in Gujarat: ગુજરાતમાં AAP-કોંગ્રેસ ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

AAP-Congress Alliance in Gujarat: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશેઃ ઈસુદાન ગઢવી

અમદાવાદ, 07 ઓગસ્ટઃ AAP-Congress Alliance in Gujarat: દેશમાં લોકસભાની ચૂંટણી હવે ખૂબજ નજીક છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. ગત વિધાનસભામાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી હતી. જેમાં ભાજપને રેકોર્ડ બ્રેક બહુમતી મળી હતી અને કોંગ્રેસનો નાલેશીભર્યો રકાશ થયો હતો. પરંતુ આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલ્યું હતું અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. જોકે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે. જો કે ગુજરાત કોંગ્રેસે આ અંગે હજી કોઈ ફોડ પાડ્યો નથી.

ગુજરાતમાં ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો અને 13 ટકા વોટ મળ્યા છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો… Shailesh Lodha Won Case Against Asit Modi: અસિત મોદી સામે કરેલો કેસ જીતી ગયો શૈલેષ લોઢા, હવે નિર્માતાઓએ ચૂકવવા પડશે આટલા કરોડ઼

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો