Ganja Plants Found in Gujarat University

Ganja Plants Found in Gujarat University: ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા, વાંચો વિગતે…

Ganja Plants Found in Gujarat University: રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા

અમદાવાદ, 07 ઓગસ્ટઃ Ganja Plants Found in Gujarat University: ગુજરાતમાં શિક્ષણનું સ્તર હવે સાવ નીચલા પાયદાન પર જતુ રહ્યું છે. વિદ્યાના ધામમાં હવે શિક્ષણ સિવાયનું બીજું બધુ જ થઈ રહ્યું છે. શિક્ષાના ધામોને જાણે બોડી બામણીના ખેતરની જેમ ખુલ્લા મૂકાયા હોય અને કુલપતિઓ તથા આચાર્યો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

શિક્ષણધામ હવે નશાના ધામ બનાવી રહ્યાં છે. ત્યારે એવી ઘટનાઓ બની રહી છે કે, શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા વાવવાનું શીખવાડાય છે? ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા છે. યુનિવર્સિટીના D બ્લોક પાસેની જગ્યામાં ગાંજાના છોડ મળી આવ્યા છે. NSUI કાર્યકરોએ 6 ફૂટ ઊંચા ગાંજાના છોડ પકડી પાડ્યા છે. યૂનિવર્સિટીમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર નથી થયુ કે ગુજરાતની યુનિવર્સિટીમાં ગાંજો મળી આવ્યો હોય. આ પહેલા પણ રાજકોટની પ્રખ્યાત મારવાડ યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.

આ પણ વાંચો… AAP-Congress Alliance in Gujarat: ગુજરાતમાં AAP-કોંગ્રેસ ગઠબંધન હેઠળ લોકસભાની ચૂંટણી લડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો