free rowpay

Ambaji Gabbargarh rope-way: પ્રથમ 100 ગ્રાહકો રસી ના બંને ડોઝ લીધેલા હોય તેવા; અંબાજી ગબ્બરગઢ રોપ-વે માં મફત મુસાફરી

Ambaji Gabbargarh rope-way: અંબાજી ગબ્બરગઢ રોપ-વે માં મફત મુસાફરી,પ્રથમ 100 ગ્રાહકો રસી ના બંને ડોઝ લીધેલા હોય તેવા યાત્રિકો ને રોપ-વે ની મફત મુસાફરી કરાવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૪ ઓક્ટોબર
: Ambaji Gabbargarh rope-way: ભારતદેશમાં કોરોના પ્રતિરોધક રસીકરણની ચાલી રહેલા મહાઅભિયાન અંતર્ગત દેશ ભર ના વિવિધ ક્ષેત્રો ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક મુહિમ ચલાવી રસીકરણ ની કામગીરી 100 કરોડ ના આંકડા ને વટાવી ચુકી છે જેને લઈ ભારતસરકાર સહીત અન્ય કંપનીઓ પણ કેન્દ્ર સરકાર ના આરોગ્ય વિભાગ ની આ કામગીરી ની સરાહના કરી સેલિબ્રેશન કરી રહી છે

આ પણ વાંચો…Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

ગુજરાત માં રોપ-વે ચલાવતી સૌથી મોટી કંપની ઉષા બ્રેકો કંપનીએ 100 કરોડ લોકોના રસીકરણ કામગીરીના ઉજવણીના ભાગ રૂપે પોતાની કંપની હેઠળ અંબાજી ,પાવાગઢ અને ગિરનાર માં ચાલતા રોપ-વે માં આજે વહેલી સવારે રોપ-વે શરૂ થતા ની સાથે આવેલા પ્રથમ 100 એવા ગ્રાહકો જેમને રસી ના બંને ડોઝ લીધેલા હોય ને સાથે રસીકરણ નું સર્ટિફિકેટ હોય તેવા યાત્રિકો ને રોપ-વે ની મફત મુસાફરી કરાવી હતી શક્તિપીઠ અંબાજી ના ગબ્બર રોપ-વે ખાતે પણ આજે વહેલી સવારે દર્શનાર્થીઓ ની ભીડ ઉમટી હતી જેમાં બે ડોઝ લીધેલા હોય તેવા યાત્રિકો એ પોતાના મોબાઈલ માં રાખેલા રસીકરણ ના સર્ટિફિકેટ બતાવી રોપ-વે ની મફત મુસાફરી નો આનંદ માણ્યો હતો

Ambaji Gabbargarh

અને અંબાજી ગબ્બરગઢ ખાતે માં અંબે ની મંગલા આરતી સહીત દર્શન નો લાભ લીધો હતો સરકાર ની આ કામગીરી ને શ્રદ્ધાળુઓ એ પણ વખાણી હતી અને સરકાર થકી થઇ રહેલી પ્રજાલક્ષી કામગીર ને આવીજ રીતે કંપનીઓ સેલિબ્રેશન કરતી રહેશે તો સરકાર ની કામગીરી ને પણ વેગ મળશે ને સાથે આજે માં અંબે ના મૂળસ્થાન એવા ગબ્બરગઢ ખાતે રોપ-વે કંપની દ્વારા નિઃશુલ્ક રોપ-વે ની મુસાફરી કરાવી દર્શન નો લાભ મળ્યો તેને લઈ ને ખુશી વ્યક્ત કરી હતી.

Ambaji Gabbargarh rope-way
Whatsapp Join Banner Guj