Karwa Chauth

Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

Karwa Chauth: કરવા ચોથનો તહેવાર પતિ -પત્ની વચ્ચેના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. એટલું જ નહીં, અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત વર માટે આ દિવસે વ્રત રાખી શકે છે

ધર્મ ડેસ્ક, 24 ઓક્ટોબરઃKarwa Chauth: હિન્દુ ધર્મમાં કરવા ચોથ વ્રતનું વિશેષ મહત્વ છે. કરવા ચોથ(Karwa Chauth)ની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલા (Married Women)ઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે વ્રત રાખે છે. આ વ્રત વિવાહિત મહિલાઓ માટે સૌથી મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે.

કરવા ચોથના દિવસે મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતી(Shiv and Parvati)ની ખૂબ ભક્તિથી પૂજા કરે છે. આ દિવસે શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશની સાથે ચંદ્ર (Moon)ની પણ પૂજા કરવામાં આવે છે. કરવા ચોથનો તહેવાર પતિ -પત્ની વચ્ચેના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. એટલું જ નહીં, અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત વર માટે આ દિવસે વ્રત રાખી શકે છે. દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથનો પવિત્ર ઉપવાસ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat Police recruitment: ગુજરાત પોલીસમાં 10 હજારથી વધુ જગ્યાઓ પર નિકળી સીધી ભરતી, આ તારીખ સુધીમાં કરી શકો છો અરજી

આ વખતે કરવા ચોથ રોહિણી નક્ષત્રમાં હોવાથી ઉપવાસી મહિલાઓને સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વ્રતમાં એક ખાસ સંયોગ બની રહ્યો છે. રવિવારના દિવસે સૂર્યનો પ્રભાવ વધુ રહે છે. સૂર્ય ભગવાન આરોગ્ય અને દીર્ધાયુષ્યનું પ્રતીક છે. 24 ઓક્ટોબરે સવારે 03:01 વાગ્યે કરવા ચોથનો પ્રારંભ થઈ રહ્યો છે. 25 ઓક્ટોબરે સવારે 05.43 વાગ્યા સુધી ચાલશે. વ્રતનો શુભ સમય 24 ઓક્ટોબરની સાંજે 06.55 મિનિટથી 8.51 વાગ્યા વચ્ચે કરવામાં આવી રહ્યો છે. આ સિવાય કરવ ચોથ પર ચંદ્ર ઉદયનો સમય રાત્રે 8:12 વાગ્યાનો રહેશે. જો કે, વિવિધ સ્થળોએ ચંદ્ર નીકળવાનો સમય થોડો આગળ-પાછળ હશે. ચાલો જાણીએ કે, ભારતના મુખ્ય શહેરોમાં ચંદ્ર કયા સમયે દેખાશે.

કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય

  • દિલ્હી- 08:07 વાગ્યે
  • અમદાવાદ -08:39 વાગ્યે
  • હરિયાણા- 08 થી 10 વાગ્યે
  • નોઇડા – 08 થી 06 વાગ્યે
  • ગાઝિયાબાદ – 08:06 વાગ્યે
  • ચંદીગઢ- 08:03 વાગ્યે
  • લુધિયાણા – 08:07 વાગ્યે
  • મેરઠ – 08:03 વાગ્યે
  • લખનૌ – 07:56 વાગ્યે
  • કાનપુર – 08:00 વાગ્યે
  • પ્રયાગરાજ – 07:56 વાગ્યે
  • ઇન્દોર – 08:56 વાગ્યે
  • મુરાદાબાદ – 07:58 વાગ્યે
  • મુંબઈ- 08:45 વાગ્યે
  • કોલકાતા- 07:34 વાગ્યે
  • જયપુર – 08.17 વાગ્યે
  • પટના – 07:46 વાગ્યે
Whatsapp Join Banner Guj