bhupendrasinh chudasama

Amreli Seat: અમરેલીમાં ભાજપના ઉમેદવારને લઇ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Amreli Seat: ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા

whatsapp banner

ગાંધીનગર, 31 માર્ચઃ Amreli Seat: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Leaving Russia: રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ લોકો છોડી રહ્યા છે દેશ- વાંચો વિગત

જો કે, અહીં ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. આ વિવાદને લઈને ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર લડી રહ્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મોડી રાતે સુતરિયાને બદલવાની માગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ L.K. Advani honoured with Bharat Ratna: લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ મૂર્મુ અને પીએમ મોદીએ ઘરે જઇને કર્યા ‘ભારત રત્ન’થી સન્માનિત- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો