Leaving Russia: રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ લોકો છોડી રહ્યા છે દેશ- વાંચો વિગત
Leaving Russia: તાજિકિસ્તાનના ઈમિગ્રેશન મંત્રાલયના કહેવા પ્રમાણે 22 માર્ચે મોસ્કોમાં થયેલા કોન્સર્ટ હોલ પરના આતંકી હુમલા બાદ અમને રશિયામાં રહેતા હજારો લોકો કોલ કરી રહ્યા છે.

નવી દિલ્હી, 31 માર્ચઃ Leaving Russia: રશિયાના મોસ્કોમાં તાજેતરમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલા બાદ રશિયામાં રહેતા તાજિકિસ્તાનના લોકો દેશ છોડી રહ્યા છે.
Terrorist attacks at Crocus City Hall near Moscow have resulted in significant delays at border crossings between Russia & Kazakhstan. Many citizens from Central Asian countries such as Tajikistan, Uzbekistan & Kyrgyzstan are leaving Russia, driven by fears of escalating violence pic.twitter.com/uiQ1DBMOlm
— NoHoldsBarred (@AussieSteve64) March 29, 2024
તાજિકિસ્તાનના લોકોમાં ડરનો માહોલ છે.કારણકે મોસ્કોમાં આતંકી હુમલા બાદ પકડાયેલા ચાર લોકો તાજિકિસ્તાનના જ નાગરિકો છે અને તેના કારણે રશિયામાં રહેતા તાજિકિસ્તાનના લોકોને લાગે છે કે આ કૃત્ય બદલ અમે પણ ટાર્ગેટ બની શકીએ છે. રશિયામાંથી જનારા તાજિકિસ્તાનના લોકોની સંખ્યા હજારોમાં થવા જાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજિકિસ્તાનના ઈમિગ્રેશન મંત્રાલયના કહેવા પ્રમાણે 22 માર્ચે મોસ્કોમાં થયેલા કોન્સર્ટ હોલ પરના આતંકી હુમલા બાદ અમને રશિયામાં રહેતા હજારો લોકો કોલ કરી રહ્યા છે. તેમના પર કોઈ અત્યાચારની તો ફરિયાદ નથી મળી પણ તાજિકિસ્તાનના નાગરિકોમાં ડર અને ગભરાટ છે અને તેઓ રશિયા છોડીને વતન વાપસી કરી રહ્યા છે.