L.K. Advani honoured with Bharat Ratna: લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ મૂર્મુ અને પીએમ મોદીએ ઘરે જઇને કર્યા ‘ભારત રત્ન’થી સન્માનિત- જુઓ વીડિયો
L.K. Advani honoured with Bharat Ratna: વડાપ્રધાન મોદીએ એક્સ પર ફોટો શેર કરી લખ્યું, જનસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને આધુનિક ભારતને ઘડવામાં તેમની મહત્ત્વની ભૂમિકાએ આપણા ઇતિહાસ પર અમીટ છાપ છોડી છે

નવી દિલ્હી, 31 માર્ચઃ L.K. Advani honoured with Bharat Ratna: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા.
Watch: President Draupadi Murmu honored senior BJP leader Lal Krishna Advani with the Bharat Ratna in Delhi. On this occasion, PM Narendra Modi, Vice President Jagdeep Dhankhar, and former Vice President M. Venkaiah Naidu are also present. pic.twitter.com/EFhZrKuPUA
— IANS (@ians_india) March 31, 2024
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને આજે દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
It was very special to witness the conferring of the Bharat Ratna upon Shri LK Advani Ji. This honour is a recognition of his enduring contributions to our nation's progress. His dedication to public service and his pivotal role in shaping modern India have left an indelible mark… pic.twitter.com/ijVvAUrvFs
— Narendra Modi (@narendramodi) March 31, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કૃષ્ણ અડવાણી સાથેના ફોટો શેર કરતા લખ્યું કે, શ્રી એલ.કે. અડવાણીજીને ભારત રત્ન એનાયત થયાનું સાક્ષી બનાવવું ખૂબ જ વિશેષ હતું. આ સન્માન આપણા રાષ્ટ્રની પ્રગતિમાં તેમના નિરંતર યોગદાનની માન્યતા છે. જનસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને આધુનિક ભારતને ઘડવામાં તેમની મહત્ત્વની ભૂમિકાએ આપણા ઇતિહાસ પર અમીટ છાપ છોડી છે. મને ગર્વ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરવાની તક મળી છે.