Artists busy making Ganpati idols

Artists busy making Ganpati idols:સરકારે ગરીબ મૂર્તિકારોની ચિંતા કરી આપેલી છૂટછાટના પગલે મૂર્તિકારો સરકારનો માની રહ્યા છે આભાર

Artists busy making Ganpati idols: અંબાજી પંથક માં ગણેશ મહોત્સવ ને લઈ મૂર્તિકારો નાની મોટી મૂર્તિઓ બનાવવામાં મશગુલ બન્યા, શ્રીગણેશજીની મૂર્તિઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 25 ઓગષ્ટઃArtists busy making Ganpati idols: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈ અનેક તહેવારો ઉપર મહામારીનુ ગ્રહણ લાગેલું હતું ને હવે આ કોરોનાનું ગ્રહણ દૂર થતા તહેવારો ફરી જીવંત બન્યા છે જન્માષ્ટમીનો ધામધૂમ થી ઉત્સવ મનાવ્યા બાદ લોકો હવે ગણેશ મહોત્સવની તૈયારી માં લાગી ગયા છે એટલુંજ નહીં ભગવાન શ્રી ગણેશ જી ની પ્રતિમા માટે મળેલી છૂટછાટ ને લઈ મૂર્તિકારો માં પણ આનંદ ની લાગણી વ્યાપી છે.

આ પણ વાંચોઃ Farmers were paid substantial amount of assistance: સૌરાષ્ટ્રની વિવિધ APMCમાં ડુંગળી વેચનારા ૩૧ હજારથી વધુ ખેડૂતોને રૂ. ૬૯ કરોડથી વધુ માતબર રકમની સહાય ચૂકવાઈ : કૃષિ મંત્રી

be552843 0018 456e 8962 d95d6e423778

હાલ તબક્કે અંબાજી પંથક માં ગણેશ મહોત્સવ ને લઈ મૂર્તિકારો નાની મોટી મૂર્તિઓ બનાવવામાં મશગુલ બન્યા છે તો ક્યાંક કલર કરી ને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે સરકારે ગરીબ મૂર્તિકારો ની ચિંતા કરી આપેલી છૂટછાટ ના પગલે મૂર્તિકારો સરકાર નો આભાર પણ માની રહ્યા છે.

છેલ્લા બે વર્ષ થી જે નુકસાની નો સામનો મૂર્તિકારો ને ભોગવવો પડ્યો છે તે કદાચ આ વખતે નુકસાની સરભર થાય તેવા વ્યાપાર ની પણ અપેક્ષા રાખી રહ્યા છે જોકે મૂર્તિકારો પણ મૂર્તિ થી પ્રદુષણ ન ફેલાય ને પાણી માં સરળતાથી વિષર્જીત થઇ જાય તેવા પદાર્થો નો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: Heroic Child Memorial at kutch: કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે

Gujarati banner 01