Ban on pre wedding photoshoots

Ban on pre-wedding photoshoots: રાજ્યના આ સમાજે પ્રીવેડિંગ ફોટોશુટ સહિત અનેક બાબતો પર મૂક્યો પ્રતિબંધ- વાંચો વિગત

Ban on pre-wedding photoshoots: નવા 33 જેટલા સામાજિક સુધારાઓ સમાજમા લાગુ કર્યા છે

મહુવા, 04 મેઃ Ban on pre-wedding photoshoots: દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબુદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ નવા 33 જેટલા સામાજિક સુધારાઓ સમાજમા લાગુ કર્યા છે. જોકે, સમાજમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
  • સગાઈમાં જમણવાર રાખવું નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
  • લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ ફક્ત નોતરું જ નાખવું
  • લગ્નવિધિ દરમ્યાન ફરજીયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
  • મરણ પ્રસંગ જમણવાર ન રાખવો
  • સામાજીક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી પર પ્રતિબંધ

આમ, ચૌધરી આદિવાસી સમાજે કેટલાક એવા રિવાજો દૂર કર્યા છે જેમાં બિનજરૂરી ખર્ચા થતા હતા. સમાજના લોકો માટે આ ખર્ચા તોતિંગ હતા. તેથી જ આ ખર્ચાઓ પર કાપ મૂકાય તે માટે સમાજના આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જેના બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયો થકી સામાજિક ખર્ચ ઘટાડી શકાશે અને લોકોની જીવનશૈલી ઉંચી આવશે. 

આ પણ વાંચોઃ AK Jadeja dies: લતીફ ગેંગનો સફાયો કરનાર અમદાવાદ પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન

આ પણ વાંચોઃ Twitter will no longer be free: એલોન મસ્કનું ટ્વિટરને લઇને સૌથી મોટું એલાન, કહ્યું- હવે ચાર્જ ચૂકવવો પડશે- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01